તળાજામાં ચાલી રહેલા સેવા યજ્ઞની રૂપાણી સાહેબે કરી બે મોઢે પ્રશંસા

તળાજા ખાતે લોકડાઉન-3 પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ગરીબ ભૂખ્યું નહીં રહે.

દર્શન જોશી
વિશ્વવ્યાપી કોરોના આફત વચ્ચે તળાજાની માનવતાની સુવાસ ગાંધીનગર સુધી પ્રસરી. તળાજા ખાતે આરાધ્યા વિદ્યાસંકુલના સંચાલક વૈભવ જોષી તેમજ રાજભોગ હોટલના દેવાયત આહીર અને સમસ્ત તળાજા ગામના આર્થિક સહયોગ થી અવિરત છેલ્લા 40 દિવસ થી ચાલતા અન્નદાન સેવાયજ્ઞની નોંધ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે લીધી. સમગ્ર ટિમની પ્રસન્નતા સાથે અભિનંદન પાઠવ્યા. “માનવ સેવા એજ પ્રભુ સેવાના” સૂત્રને તળાજાના સેવાભાવિ ટીમે સાર્થક કર્યું છે, અહીં અવિરત છેલ્લા 40 દિવસ થી 1500 થી વધુ ગરીબ લોકોને બપોર તેમજ સાંજે શાક,રોટલી, છાશ, દાળ, ભાત લાડવા સહીતની વસ્તુઓનું ભોજન પીરસાય છે.

વિશ્વવ્યાપી કોરોના આફત વચ્ચે લોકડાઉન-3 આજ થી શરુ થવાનું છે ત્યારે સમગ્ર ટિમ દ્વારા 17 મેં સુધી સેવાયજ્ઞ શરુ રાખવાની હાંકલ કરવામાં આવી હતી. તળાજા ખાતે અવિરત 40 દિવસ થી ચાલતા ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞમાં પરેશભાઈ જાની, વૈભવ જોષી, નેતલભાઈ શાહ, આનંદભાઈ રાજદેવ, દેવાયત આહીર, હનીફભાઈ તુર્કી, શિવાભાઈ ગઢવી, એ.બી મેર, જીતેન્દ્રસિંહ વાળા સહીતના આગેવાનો આર્થિક સહયોગ સાથે રાત દિવસ જહેમત ઉઠાવી કબીલેદાદ કામગીરી કરી રહ્યા છે. ત્યારે સમસ્ત તળાજા ગામના આગેવાનો આર્થિક સહયોગ પણ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here