તળાજા વિસ્તારમાં વારંવાર થતા વીજ ફોલ્ટ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરો, ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

કનુભાઈએ કહ્યું તળાજા વિસ્તારમાં વારંવાર વિજફોલ્ટ સર્જાઈ છે, સ્ટાફના અભાવે રીપેરીંગમાં સમય લાગે છે, પ્રજા અને ખેડૂતોને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી અંધારી કોટડી જેમ લાઈટ વગર રહેવું પડે છે

મિલન કુવાડિયા
તળાજા વિસ્તારમાં વારંવાર થતા વીજ ફોલ્ટ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ માટેની માંગ કરી છે કનુભાઈએ પત્રમાં લખ્યું છે કે તળાજા વિધાનસભા મતવિસ્તાર જીઈબીના ત્રણ સબ ડીવીઝન આવેલા છે . ત્રણેય સબ ડીવીઝનોમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે . આ વીજ ફોલ્ટ સ્ટાફના અભાવે કે અન્ય કારણોસર સમયસર રીપેર ન થતા હોવાના કારણે પ્રજા તથા ખેડૂતોને ત્રણ – ચાર દિવસ સુધી વીજળી વગર રહેવું પડે છે.

આ બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરેલ છે . હાલ ચોમાસાની સીઝન હોઈ વીજવાયર તુટવાના અને વીજપોલ પડી જવાના બનાવો વધુ બને છે અને આગામી દિવસોમાં પણ આ સમસ્યા વધુ સર્જાશે , જેથી પ્રજાને અને ખેડૂતોને થતી હાલાકી નિવારવા તાત્કાલિક ધોરણે વધારાનો સ્ટાફ ફાળવવો જોઈએ . તળાજાની ડીવીઝન ઓફિસ હાલ પાલિતાણા છે , તેને બદલે તળાજાને નવું ડીવીઝન મળવાની માંગણી વિધાનસભાના પ્રથમ સત્રથી વારંવાર મારા દ્વારા કરવામાં આવેલ છે અને માન . ઉર્જા મંત્રીશ્રીએ પણ તળાજાને નવું ડીવીઝન આપવા અંગે મને ખાતરી આપેલ હતી.

આ બાબતે તાત્કાલિક ધોરણે તળાજા વિસ્તારના ખેડૂતોના વીજળીના પ્રશ્નો નિવારવા માટે વધુ સ્ટાફ ફાળવવા તથા તળાજાને તાત્કાલિક ધોરણે નવું ડીવીઝન મળે તે માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરાવવા મારી અને સમગ્ર વિસ્તારની પ્રજા અને ખેડૂતોની લાગણી અને માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here