સંગ્રહાલય, માછલી ઘર, બગીચાઓ સાથે લાઇટ હાઉસ લાઇમ લાઇટમાં આવશે, લાઇટહાઉસ પર્યટનનો વિકાસ કરવા આહ્વાન કરતાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા

મિલન કુવાડિયા
કેન્દ્રીય જહાજ રાયમંત્રી (સ્વતત્રં પ્રભાર) મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા ભાવનગરના ગોપનાથ સહિતના અંદાજે ૧૯૪ લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કયુ હતું. માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે.

અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યેા હતો.  માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ ૧૦૦ વર્ષથી જૂના લાઇટ હાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટ હાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટ હાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂકયો હતો લાઇટ હાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે.

મંત્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્રારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના  અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here