રેતી ચોરી કરતા ઈસમોએ કર્યો હુમલો.

દેવરાજ બુધેલીયા
તળાજાની શેત્રુંજી નદી નજીક તળાજાના ગોરખી ગામના બે આધેડ પર હુમલા ની ઘટના બનવા પામી છે.જેમાં રેતી ખનન કરતા ત્રણ ઈસમો એ બે આધેડ પર હુમલો કરતા સારવાર માં ખસેડવામાં આવ્યા છે.નરશીભાઈ ડોડીયા ઉ. વ ૪૫ અને લાલજીભાઇ માધાભાઈ ઉ. વ ૫૫ બન્ને ગામ ગોરખી ગામના ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .જ્યારે આ બનાવના પગલે રેફરલ હોસ્પિટલ ખાતે લોકો અને આગેવાનો દોડી ગયા.જ્યાં બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે.જ્યારે આ બનાવ ને પગલે
તળાજા પોલીસ દ્વારા હુમલાખોરો ને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here