આર્થિક ગંભીર સ્થિતિનું નિર્માણ: ડુંગળીના ભાવ ના મળતા ઇસોરાના ખેડૂતે જીવનનો અંત આણી દીધો

સલીમ બરફવાળા
તળાજાના તાલુકાના ઇસોરા ગામે આજે એક ખેડૂતે પોતાની વાડીના એક ઝાડ સાથે લટકી જઈ આપઘાત કરી લીધો હતો. ભુપતભાઈ શંભુભાઈ જેઠવા નામના આધેડે ડુંગળી નું વાવેતર કર્યું હોય અને જે પાકના પૂરતા ભાવ ના મળતા આર્થીક મુશ્કેલી સર્જાય હતી અને ઉપરથી અગાઉનું કોઈ કર્જ હોય જેનું લાગી આવતા આ ખેડૂતે પોતાની વાડીમાં રહેલા ઝાડમાં દોરડા વડે લટકી જઈ આપઘાત કરી લીધો હતો. લોકડાઉનના સમયમાં વેપારીઓના વેપાર ધંધા બંધ છે તો ખેડૂતો ને પણ તેમની નીપજ ના પૂરતા ભાવો મળતા નથી.

ત્યારે આજે ભાવનગરના તળાજા તાલુકાના ઇસોરા ગામે એક ખેડૂતો તેમનીજ વાડીના એક ઝાડ પર દોરડા વડે લટકી જઈ આપઘાત કરી લીધો હતો. ભુપતભાઈ શંભુભાઈ જેઠવા નામના ખેડૂતે પોતાના પાંચ વીઘાની ખેતીમાં બે વીઘામાં ડુંગળી નું વાવેતર કર્યું હોય જે ડુંગળીના ઉત્પાદન નો પુરતો ભાવ મળતો ન હોય જેથી તેમને આ ડુંગળી ઘેટા-બકરા ને ખેતર માં જ ખવરાવી દીધી હતી. ડુંગળી ના વાવેતર બાદ કોઈ આવક ન થતા અને ઉપરથી અન્ય કર્જ હોય.

જેનું લાગી આવતા શંભુભાઈ એ આજે તેમની વાડીમાં રહેલા સરગવા ના ઝાડ પર દોરડા વડે લટકી જઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ તેમના પરિવારજનો ને થતા તેઓ પણ ત્યાં દોડી ગયા હતા અને પોલીસ ને જાણ કરતા પોલીસે આ બનાવમાં લાશને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે પીએમ બાદ તેમની સ્મશાન યાત્રા પણ નીકળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here