ધોરણ ૧૦ ના વિધાર્થીઓ સાથે થયેલ અન્યાય ને ન્યાય આપતી સરકાર, ભાવનગર કચેરીનો નેગેટિવ રિપોર્ટ શિક્ષણ બોર્ડ ગાંધીનગરે ફગાવ્યો, તમામ વિધાર્થીઓને પરિણામ આપી દેવામાં આવશે. -વૈભવ જોષી

દર્શન જોશી
તાજેતરમાં શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા. જે અંતર્ગત તળાજા શહેરના ધો.૧૦ ના ૧૦૦ થી વધુ વિધાર્થીઓના પરિણામ ગેરરીતિના કિસ્સામાં ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અટકાવવા માં આવેલ. કોઈપણ પ્રકારની ગેરેરીતી માં સામેલ ન હોય અથવા કેમેરાની ફૂટેજમાં દેખાતા પણ ન હોય, વિધાર્થીઓ ગેરહાજર હોય તેવા અનેક નિર્દોષ વિધાર્થીઓ કચેરીના બેદરકાર અધિકારીઓ ના લીધે સમગ્ર ઘટનાના ભોગ બન્યા હતા. આ ઘટના અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સુધી આધાર પુરાવા સાથે રજૂઆત થતા તપાસના આદેશ સાથે તળાજા ખાતે તમામ વિધાર્થીઓની રૂબરૂ સુનવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ન્યાયની માંગ સાથે વિધાર્થીઓ રૂબરૂ સુનવણીમાં હાજર થયા હતા પણ સુનવણી દરમ્યાન પણ ઉપસ્થિત અધિકારીઓ ફૂટેજ બતાવ્યા વગર વિધાર્થીઓ પાસે નિવેદન માં અગાઉ સહી લેવાની ઘટના સામે આવી હતી અને ભારે હોબાળો થયો હતો અને પોલીસ બોલાવવાની ફરજ ઉભી થઇ હતી. આખરે સમગ્ર ગોટાળા ભર્યું પ્રકરણ જિલ્લા શિક્ષણાધિકારી પાસે નિર્ણય લેવાની સતા હોવા છતાં સમગ્ર પ્રકરણ શિક્ષણ બોર્ડ ગાંધીનગરને મોકલી દેવામાં આવ્યું હતું. અને જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ સતત ૧ મહિના સુધી રજા ઉપર પોતાનાનો મોબાઈલ પણ અન્ય કર્મચારીને આપી જતા રહ્યા. જે બાબતે અનેક તર્ક વિતર્ક સમજી શકાય છે.

શિક્ષણ બોર્ડ ગાંધીનગરે સમગ્ર પ્રકરણ જોતા ૧૦૦થી વધુ વિધાર્થીઓ તેમજ શાળાનો નેગેટિવ રિપોર્ટ, અનેક ગોટાળા, અધિકારીઓ સાથે ગુંડાગીરી તેમજ ભાવનગર કચેરીને સતા હોવા છતાં સમગ્ર પ્રકરણ ગાંધીનગર શા માટે મોકલ્યું? સહીતની વિગત પર ભાવનગર કચેરી દ્વારાકંઈક કાચું કપાયું હોવાનું સ્પષ્ટ થતા જ સમગ્ર રિપોર્ટ ફગાવી ભાવનગર કચેરી જ નિર્ણય કરવા આદેશ સાથે મોકલી આપવામાં આવ્યું હતું.

ત્યારે આજ રોજ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૧૦૦ થી વધુ અટકાવેલા પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. નિર્ણય મુજબ તમામ વિધાર્થીઓને પરિણામ આપી દેવામાં આવશે, જે તે એક વિષયમાં નાપાસ વિધાર્થીઓ જુલાઈની પૂરક પરીક્ષા આપી શકશે તેમજ આ નિર્ણય સામે પરીક્ષા સચિવ ગાંધીનગરને અપીલ પણ કરી શકશે નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તમામ વિધાર્થીઓને પરિણામ અંગેની માહિતીઓ જે તે શાળા દ્વારા આપી દેવામાં આવશે.

ત્યારે આ અંગે નિર્દોષ વિધાર્થીઓને સાથે રહી અધિકારીઓ સામે કોર્ટ લડત પણ કરવામાં આવશે તેમજ અધિકારીઓ દ્વારા જે તે સમયે પૈસાની માંગ કરવામાં આવી હતી પણ પૈસા નહિ આપતા સમગ્ર ઘટના ઉભી કરવામાં આવી હોવાનો આરોપ કેન્દ્ર સંચાલક વૈભવ જોષીએ લગાવ્યો છે. તેમજ તળાજાના જાણીતા તજજ્ઞ કમલકુમાર વારૈયાએ સમગ્ર ગેરરીતિ પ્રકરણની જાહેર માહિતી અધિનિયમ હેઠળ RTI કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here