ઘટનાને લઈ તબીબોમાં રોષ, તળાજાના તબીબો એકઠા થઇ આવેદન આપ્યું, હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી, કડક કાર્યવાહીની કરી માંગ..

 

 

 

 

 

 

 

 

 

 

 

સલીમ બરફવાળા
ભાવનગર જિલ્લામાં ડોકટર પર હુમલાની વધુ એક ઘટના બનવા પામી છે. જેમાં તળાજામાં ખાનગી હોસ્પિટલમાં એક ડોકટર પર બે ઈસમો એ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપી નાસી છૂટ્યા હતા. તળાજા ની ચિરંજીવી હોસ્પિટલના ડોકટર મિલન અગ્રાવત પર બે ઈસમો દ્વારા તારું ઉપડી ગયું છે

તેમ કહી સીધો જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે ઇજા કરી ડોક્ટરને હોસ્પિટલ બંધ કરી દેવાની ધમકી આપી આ બંને હુમલા ખોર નાસી છૂટ્યા હતા. તળાજાની ચિરંજીવી હોસ્પિટલ અને મેટરનીટી હોમના ડોકટર પર હુમલાની ઘટના ને પગલે સાથી ડોક્ટરો ત્યાં દોડી ગયા હતા અને મામલતદારને આ બાબતે આવેદનપત્ર પાઠવી હુમલાખોરો ને ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

તળાજા ના ચિરંજીવી હોસ્પિટલ અનવ મેટરનીટી હોમના જાણીતા તબીબ ડો.મિલન અગ્રવાત ઉપર બે અજાણ્યા શખ્સ તેમની કેબીન માં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરીને હોસ્પિટલ બંધ કરી દેવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.

મળતી વિગતો મુજબ તળાજા માં સરતાનપર રોડ ઉપર આવેલ ચિરંજીવી ખાનગી હોસ્પિટલના તબીબ ઉપર આજે સાંજે જીવલેણ હુમલાની ઘટના બનતા જિલ્લાભરમાં ચકચાર મચી જીવા પામ્યો હતો. સમગ્ર ઘટના ને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તળાજા પોલીસ ને આવેદન આપીને ઝડપથી હુમલાખોરો ને પકડીને કડક સજા કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here