છેલ્લા ઘણા સમયથી પીએચસીમાં મહિલા નર્સની માંગ હતી, ૧૫/૬ એ રજૂઆતો કરી અને તે માંગણીની અખબારોએ ખાસ્સી જગ્યા આપી, આજે પરિણામ મળ્યું
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ટાણા ગામની પીએચએમ નર્સ મહિલાની વર્ષોથી માંગણી રહી છે ખાસ કરીને ડિલિવરી સમયે અતિ તકલીફોનો સામનો મહિલાઓને કરવો પડે છે આ બાબતની અનેક વખતો રજુઆત થઈ હતી છેલ્લે ૧૫/૬ ના રોજ ટાણા ગામના પાંચ છ આગેવાનો દ્વારા સિહોર મામલતદારશ્રી ને પણ આવેદન આપીને ટાણા ગામના લોકોની વેદનાઓ મુશ્કેલીઓ બાબતે ૨૦૦૮ પછી ટાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેડીઝ નર્સની નિમણુંક થયેલ નથી આગેવાનોની આ પીડા અને ટાણા ગામના લોકોની મુશ્કેલીઓને અખબારોમાં ખાંસી જગ્યાઓ મળી હતી.
જેનું પરિણામ આજે મળ્યું છે અને ટાણા પીએચસીમાં ચૌહાણ રોહિતભાઈ દાનાભાઈ નામના અધિકારીને મુકવામાં આવ્યા છે ત્યારે થોડીઘણી ટાણા ગામની મુશ્કેલીઓ ઓછી થશે અને સિહોર ટાણા ગામની “હામું” આ સરકારના અધિકારીઓએ જોયું એ મોટી વાત છે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવનાર એ તમામ અધિકારીઓ અભિનંદન પાત્ર છે કારણકે જેમ અહીંથી જેમ ટીકા કરી હતી એમ અભિનંદન પણ આપવા જ પડે..ને