ભૂતિયા વિધાર્થીઓને લઈને ચર્ચામાં આવેલ સંઘવી ટી.ઝેડ હાઇસ્કુલની ૨૫% ગ્રાન્ટ કપાતની સજા

શંખનાદ કાર્યાલય
ટાણા ગામની અતિ વિવાદાસ્પદ સંઘવી ટી ઝેડ શાળામાં ભૂતિયા વર્ગો ચાલવાનું મોટું કૌભાંડ જે તે સમયે બહાર આવેલ જેને લઈને તેમના ગ્રામપંચાયતના અરવિદભાઈ બેલડીયા સહિતના ૯ સભ્યો દ્વારા આચાર્ય અને મદદનીશ શિક્ષક વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારી ને ફરિયાદ કરેલ જેને લઈને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમિય જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવા જણાવેલ પરંતુ આચાર્ય ના તાર ઉપર સુધી અડતા હશે કે પછી મહિલા સરપંચ ના પતિની રહેમ નજર ને હેઠળ હોય એટલે જ તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ જે વાત શિક્ષણઅધિકારી ની નજરે આવતા તેમના દ્વારા સુનવણી રાખવામાં આવેલ જેમાં ગ્રામ પંચાયત સદસય કિરીટભાઈ ગોધાણી અને ઇ.આચાર્ય અમિત પટેલ હાજર રહેલા.

સુનવણીમાં શાળાના આચાર્ય અળવેશ્વરભાઈ ડી જાનિ વિરુદ્ધ કાર્યવાહી નહિ કર્યા હોવાનું જણાતા જેને લઈને અનુદાન નિયમ સંગ્રહ ૧૯૬૪ ની કલમ ૯૫ની જોગવાઈ મુજબ ઉક્ત કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરતા સંસ્થાને ૨૦૨૦-૨૧ ની મળવાપાત્ર નિભાવ ગ્રાન્ટ ઉપર ૨૫% કાપ ચલાવાનો હુકમ કરીને શાળા તેમજ ગામ લોકોને નુકશાન ભોગવાનો વારો આવ્યો હતો. અહિતો મહિલા સરપંચના પતિની અણઆવડત કહીએ કે પછી તેમના મનસ્વી વર્તન ને લઈને એવું બન્યું કે શિક્ષણ નો વેપલો આદરનાર અને સરકારી નોકરી આપવાના મસમોટા કૌભાંડના માસ્ટર માઈન્ડ જાની કોઈની રહેમ નજરે ફસકી ગયા અને શાળાની ગ્રાન્ટમાં કાપ મૂકીને ગ્રામજનો સાથે અન્યાય થયા હોવાની રાવ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here