હાથરસની ઘટનાના પડઘા યથાવત: ટાણા વાલ્મીકિ યુવા સંગઠન દ્વારા આવેદન પાઠવી નરાધમોને ફાંસીએ લટકાવી દેવાની માંગ કરી

દેવરાજ બુધેલીયા
ઉત્તર પ્રદેશના હાથરસમાં દલીત સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ અને હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. દેશમાં ઠેર ઠેર દલીત યુવતી સાથે જઘન્ય ગુનો આચરનાર આરોપીઓને ફાંસીના માંચડે લટકાવાની અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ અને આવેદનપત્ર અપાઈ રહ્યા છે, ત્યારે રાજ્યભરના વિવિધ સફાઈ કામદાર સંગઠન અને વાલ્મિકી સંગઠનોએ પીડીત પરિવારને ન્યાય મળે તે માટે એક દિવસ સફાઈ કામગીરી બંધ રાખી વિરોધ નોંધવામાં આવ્યો આવી રહ્યો છે ત્યારે સિહોરના ટાણા ગામ વાલ્મીકી યુવા સંગઠન દ્વારા ઘટનાને વખોડી છે અને તેનો વિરોધ કરી ન્યાય અને નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here