છેલ્લા મહિના દિવસના સમયમાં છ આંખલા ના મોત તો અન્યને હાનિ પહોંચાવડવના પ્રયાસ થયા

દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના ટાણાના ગૂંદાળા ગામે છેલ્લા એકાદ મહિનામાં આખલાઓ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાઓની ઘટના બની છે તો તેમાં છ આખલાઓના મોત પણ થયા છે. કોઈ નરાધમો હાથ ધોઈને અહીંના વિસ્તારમાં રહેતા આખલાઓ પાછળ પડી ગયા છે. કોઈ દયાહીન નરાધમો આખલાઓને હાનિ પહોંચાડી મોત ને ઘાટ ઉતારી દેવાના પ્રયાસ કરી રહ્યું છે. સમગ્ર મામલે માલધારી સેના દ્વારા સિહોર પોલીસ મથકમાં અરજી દાખલ કરી છે. આવા નરાધમોને પકડી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અગાઉ આખાલના મોત થયા ત્યારે માલધારી સેના દ્વાદ પીએમ કરવામાં આવ્યા હતા આ વાતને હજુ માંડ પંદર દિવસ વીત્યા છે ત્યાં ફરી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ફરી આખલાઓ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા માલધારી સેના લાલઘોમ થઈ હતી. સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા છે. હવે સરકાર એક તરફ પશુઓ ને બચાવવા માટે થઈને અનેક યોજનાઓ અને ૧૯૬૨ જેવી હેલ્પલાઇન મોબાઈલ વાન મૂકી છે તો બીજી તરફ આવી ઘટનાઓ સામે તંત્રનું મૌન સામે લોકોના પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here