સિહોર ટાણાના એક આગેવાને મુખ્યમંત્રી, ઉ.મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતા સુધી ઇ.મેઈલ દ્વારા રજુઆત કરી


ઓનધ સ્પોટ – બ્રેકીંગ ન્યુઝ..રાત્રે ૮..૪૫ કલાકે

શંખનાદ સંચાલક મિલન કુવાડિયા સામે ૬ દિવસ પૂર્વે સોશ્યલ મીડિયામાં મેસેજ કર્યાને લઈને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને સામાજિક અને રાજકીય સંસ્થાઓ અને આગેવાનો દ્વારા થયેલ ફરિયાદને રદ કરવા માટે થઈને લેખિત રજુઆત નો દોર આજે યથાવત શરૂ રહ્યો છે. આજે સિહોર ટાણાના એક આગેવાન અગ્રણી રઘુવીરસિંહ ગોહિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા, ધારાસભ્ય અમરીશ ડેર અને જિલ્લા કલેકટર સહિતના મોટા આગેવાનો અને અધિકારીઓ ને આજે ઇ.મેઈલ દ્વારા લેખિતમાં રજુઆત કરી હતી. જેને પગલે ફરિયાદનો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો હતો. તેમને ટેલિફોનિક દ્વારા પણ જણાવ્યું હતું.

શંખનાદ સંચાલક મિલન કુવાડિયા દ્વારા એક મેસેજ સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો પરંતુ તે મેસેજ તેના પહેલા પણ પાલીતાણામાં એક મુખ્ય જવાબદાર વ્યક્તિ દ્વારા આ મેસેજ મુકવામાં આવ્યો હતો આ મેસેજ થી લોકો ગેરમાર્ગે દોરાય એમ હતા છતાં પાલીતાણા ના જવાબદાર વ્યક્તિ સામે કેમ કેસ નથી કરવામાં આવ્યો તે પ્રશ્ન પણ સામે આવ્યો છે. જ્યારે આ મેસેજની જાણ તંત્રમાં કરી પૂછતાછ કરતા આવા કોઈ મેસેજ સરકાર દ્વારા કહેવામાં નથી આવ્યો તેની જાણ થતાં તરત જ મિલન કુવાડિયા દ્વારા મેસેજનું ખંડન કરીને લોકોને સાચા મેસેજ પહોંચાડયા હતા.

પોલીસ અને મીડિયા ના સંકલન થી જ હરહંમેશ કામ થાય છે જેથી મીડિયા સામેના ફરિયાદના પગલાંથી મીડિયાનું મોરલ તૂટી શકે છે. મિલન કુવાડિયાને હું અંગત રીતે ઓળખું છું. તે લોકોની મદદ માટે જ હરહંમેશ કામ કરતા આવ્યા છે તો તેની સામે થયેલી ફરિયાદ ખોટી રીતે એમની છબી ને ખરડાવા માટે કરી છે તો આ ફરિયાદ પાછી ખેંચી ને યોગ્ય ઘટ્તું કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here