ફરી ટાણા હાઈસ્કૂલ ચર્ચામાં, રજુઆત કરનાર કહે છે ૧૫૩ વિધાર્થીઓ ભૂતિયા હોવાનું તપાસમાં જાહેર થયું છે છતાં પગલાં લેવાયા નહિ તે મોટો સવાલ છે
હરીશ પવાર
સિહોર ટાણા ગામે આવેલ હાઇસ્કૂલ ફરી એક વખત ચર્ચામાંઓ આવી છે અગાઉ પણ આ બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને અને આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો થઈ હતી ત્યારે ટાણા હાઇસકુલ ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે ટાણા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલમાં સંચાલક મંડળ દ્રારા ઈન્ચાર્જ આચાર્યએ આચરેલ ગેરરીતી બાબત લેખિત ફરીયાદ કરવામાં આવેલ જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્રારા લેખિત તેમજ મૌખિક તપાસ કરી જણાલેલ કે ઇન્ચાર્જ આચાર્ય દ્રારા ભુતિયા વિધાથીઁઓ વગોઁ ચલાવી ગેરરીતી આચરેલ છે બાબતે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ ઉભી થઈ છે.
આ ગેરરીતિ નો આક્ષેપ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ એમ.બેલડિયા ટાણાના વનરાજસિહ આર.પરમાર દ્રારા કરવામાં આવ્યો અને આ અંગે ઈન્ચાર્જ આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારી ને લેખિત રજુઆત કરી છે.વધુમાં તેઓ દ્રારા જણાવાયું છે કે આર.ઈ.ટી.આઈ દ્રારા જાણવા મળે છે કે ઈન્ચાર્જ આચાર્ય દ્રારા મોટી સંખ્યામાં વિધાથીઁઓને સરકારી રેકડઁ સાથે ચેડા કરી ગેરકાયદેસર પ્રવેશ આપેલ અને ભુતિયા વિધાથીઁઓ ચલાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે.
આ ગેરરીતી માં અન્ય સ્ટાફ કે સ્કૂલ સિવાય ની અન્ય વ્યક્તિઓની સામેલગીરી છે કે નહિં તે જાણવા માણે ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે રજુઆત કરનારનું કહેવું છે કે અગાઉ ૧૫૩ જેટલા વિધાર્થીઓ ભૂતિયા હોવાનું તપાસમાં જાહેર થયું છે છતાં પગલાં લેવાતા નથી તે એક મોટો સવાલ છે.