ભરતી પ્રક્રિયા શરૂ નહીં થતાં ઉમેદવારોમાં રોષ, શિક્ષણ મંત્રીએ જાહેરાત કરવા છતાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવામાં નહીં આવતાં ઉમેદવારોમાં રોષ

ગૌતમ જાદવ
રાજ્યમાં આવેલી અનુદાનીત શાળાની શિક્ષણસહાયક ભરતીનું મહેકમ ૨૦૧૭માં મંજુર કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રાથમિક શાળાની વિદ્યાસહાયક ભરતીનું મહેકમની અગાઉ મંજુરી આપવામાં આવી હતી. આ બંને ભરતી માટે જરૂરી એવી ટેટ અને ટાટની પરીક્ષા બે-ત્રણ વર્ષ પહેલાં યોજાઇ હતી. ત્યારબાદ ભરતી નહીં થતાં ઉમેદવારોમાં પણ રોષ ઉભો થયો હતો. જે અંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત પણ કરી હતી છતાં આજદિન સુધી કોઇ નિર્ણય લેવામાં નહીં આવતાં ઉમેદવારોએ ટપાલ અભિયાન શરૂ કર્યું છે.

રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાની વિદ્યાસહાયક તેમજ અનુદાનીત શાળાની શિક્ષણસહાયક ભરતીનું મહેકમ મંજુર કરાયા બાદ ભરતી માટે જરૂરી એવી ટેટ અને ટાટની પરીક્ષા પણ લાયક ઉમેદવારો દ્વારા આપવામાં આવી હતી અને પરીક્ષાને આપ્યાને પણ ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. ત્યારે ભરતી નહીં થતાં ઉમેદવારોમાં પણ રોષ ઉભો થયો હતો અને શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે, અનુદાનીત શાળામાં શિક્ષણસહાયકની ૫,૧૦૬ તથા વિદ્યા સહાયકની ત્રણ હજાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી. તેની જાહેરાતને પણ સાત મહિના જેટલો સમય વિતવા છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવતાં ઉમેદવારોની હાલત પણ કફોડી બની જવા પામી છે.

સરકારની ભરતીઓમાં અનાતમ અંગેની અસ્પષ્ટતાના કારણે તમામ ભરતીઓને હાલમાં સ્થગિત કરવામાં આવી છે. જેનો કેસ હાઇકોર્ટ દ્વારા ડીસ્પોઝ થઇ ગયો છે. આમ સરકાર કોઇપણ બહાના બતાવ્યા વિના સત્વરે શિક્ષણસહાયક અને વિદ્યાસહાયક ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાવી દે તે માટે ટેટ અને ટાટ પાસ ઉમેદવાર સમિતિ દ્વારા ટપાલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિત એમ.પી. તથા એમ.એલ.એ.ને ટપાલો મોકલીને શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆતો કરવામાં આવી છે અને સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here