ટીંબી ગામે પતિ પત્ની કોરોનાગ્રસ્તમાં ચિંતાનો વિષય, ઘરે હીરાનું કારખાનું ચલાવતા હતા, ૧૮ થી ૨૦ લોકોને કોરોન્ટાઇન કરાયા

નિલેશ આહીર
ઉમરાણાના ટીંબી ગામના પતિ પત્ની સહિત જિલ્લામા આજે ૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે પોઝીટીવ કેસોની સંખ્યા ટોટલ ૨૧૯ થઈ છે આજે ભાવનગરના રૂવાપરી રોડ ખાતે રહેતા ૫૫ વર્ષીય ભાનુબેન ધનસુખભાઈ મકવાણા, નિર્મળનગર ખાતે રહેતા ૨૪ વર્ષીય કેવલ સંજયભાઈ બક્ષી, શાસ્ત્રીનગર ખાતે રહેતા ૪૯ વર્ષીય અંજુબેન સુનીલભાઈ મંગલાણી અને ઉમરાળાના ટીંબી ખાતે રહેતા ૪૫ વર્ષીય હંસાબેન સુરેશભાઈ ભીકડીયા તથા તેમના ૪૮ વર્ષીય પતિ સુરેશભાઈ મધુભાઈ ભીકડીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા.

તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૬ જુનના રોજ તળાજાના જાલવદર ગામ ખાતે રહેતા ૩૨ વર્ષીય ગુણવંતભાઈ ભવાનભાઈ બલદાણીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here