બનાવને લઈ ભારે અરેરાટી, નદીના કિનારે પત્ની કપડાં ધોતી હતી પતિ એ કપડાં લેવા માટે આવ્યા હતા તે અરસામાં પુત્રને ડૂબતા જોઈને પિતાએ નદીમાં છલાંગ લગાવી

દેવરાજ બુધેલીયા
તળાજા તાલુકાના ટીમાણાં ગામે ડૂબતા પુત્રને બચાવવા ગયેલા પિતાનું ડૂબી જતાં મોત ની ઘટના બનવા પામી છે.મુકેશભાઈ પંડયા કે જેઓ શેત્રુંજી નદીના કિનારે તેમની પત્ની કપડાં ધોવા આવી હતી.જે કપડાં લેવા આવતા તે સમયે નદીમાં તેમનો પુત્ર નદીના પ્રવાહમાં તણાય જતા તેને બચાવવા મુકેશ ભાઈ નદીમાં કૂદી ગયા હતા. જે તરતા થાકી જતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે તેના પુત્રને અન્ય ઇસમે બચાવી લીધો હતો.મહામહેનતે મુકેશભાઈ ની લાશ હાથ લાગી હતી જેને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં પાણીમાં ડૂબી જવાની અનેક ઘટનાઓ તાજેતરમાં બનવા પામી છે.જેમાં અનેક લોકોના મોત નિપજયા છે ત્યારે આજે આવી વધુ એક ઘટના ટીમાંણાં ગામે બનવા પામી છે.

જેમાં મુકેશભાઈ ધાંધલિયા ના પત્ની તેના પુત્ર સાથે કપડાં ધોવા શેત્રુંજી નદી કિનારે ગયા હતા.જ્યારે ધોવાય ગયેલા કપડાં લેવા મુકેશભાઈ પણ નદીએ ગયા હોય તે સમયે તેમનો પુત્ર શેત્રુંજી ના વહેતા વેણ માં તણાવા લાગતા મુકેશભાઈ તેને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા.વહેતા વેણ માં પુત્ર આગળ ને પિતા પાછળ હોય ત્યારે અન્ય એક ઇસમ પણ બચાવવા પડતા તેણે પુત્રને બચાવી લીધો હતો જ્યારે મુકેશભાઈ ને તરતા આવડતું હોય તેમ છતાં થાકી જતા તે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જેની લાશ મહામહેનત બાદ હાથ લાગી હતી.જ્યારે આ બનાવ ના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા.લાશને હાલ પીએમ માટે ખસેડવામાં આવી છે.જ્યારે પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here