ત્રાપજ નજીક ઇકો પલટી ખાઈ મોટી પાઈપ સાથે ભટકાતા કાર ચાલકનું મોત, અકસ્માત જોવા ઉભેલી બોલેરો પાછળ બાઈક ઘૂસી જતા બાઈકસવારનું મૃત્યું

ત્રાપજ નજીક થયેલા વિચિત્ર ડબલ અકસ્માતથી બે ના મોતથી અરેરાટી ફેલાઈ

બ્રિજેશ ગોસ્વામી
તળાજા હાઈ-વે પર ત્રાપજ નજીક આજે વહેલી સવારે એક ઈકો કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટીખાઈ ગયેલ જેમાં તેનું મોત થયેલ આ અક્માસતને જોવા અનેક વાહનો ઉભા હતા જેમાં એક બોલેરો કાર પાછળ એક બાઈક ચાલક ઘુસી જતા તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયુ હતું. આમ વિચિત્ર ડબલ અકસ્માતથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજા હાઈવે પર ત્રાપજ નજીક રીલાયન્સ પેટ્રોલપંપ પાસે વહેલી સવારે એક ઈકો કાર પલટી મારી ગઈ હતી જેમાં દેવલીના વતની હાલ ભાવનગર રહેતા રમેશભાઈ દાનાભાઈ બારૈયાનું મોત નિપજ્યુ હતું. આ કારમાં બેસેલા 6 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયેલ હતા.

અકસ્માતનો બનાવ બનતા હાઈ-વે પર ટ્રાફીક જામ થવા પામ્યો હતો અને લોકો પોતાના વાહનો સાઈડ પર મુકી અકસ્માત જોવા પહોચી ગયેલ જેમાં એક બોલેરો કાર પણ અકસ્માતના કારણે રોડ પર ઉભેલી જેની પાછળ એક બાઈક ચાલક ઘુસી ગયો હતો. જેને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતું. આ યુવાન ડેડાણનો ઘનશ્યામભાઈ કિશોરભાઈ મકવાણા હોવાનું જાણવા મળેલ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફળો ઘટનાસ્થળે દોડી આવેલ અને જરૂરી કાગળો તૈયાર કરી બંન્ને મૃતકોની લાશને તળાજા હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here