સોશ્યિલ મિડીયામાં ઉડતી મજાક ચૂંટાયેલા પ્રતિનિધીઓ માટે લપડાક સમાન, વર્ષોથી એકજ પક્ષનું શાસન છતાં પણ સમસ્યાઓ ઠેરની ઠેર,

શંખનાદ કાર્યાલય
આગામી ૨૪મી ફેબુ્રઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. જેના પગલે ગણતરીના દિવસોમાં જ મોટેરાનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરી દેવામાં આવ્યો છે. ૫૦ કરોડના ખર્ચે રસ્તાઓની હાલત સુધારવામાં આવી છે. ત્યારે ટ્રમ્પના આગમનના પગલે અમદાવાદ મોટેરાનો વિકાસ જોઈ સોશ્યિલ મિડીયામાં અવનવી મજાક ઉડી રહી છે. સિહોરના ટાણા રોડ, સિહોરનો જીવાદોરી સમાન ફિલ્ડર પ્લાન્ટ, અને રેલવે ફાટકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તમામ સમસ્યાઓની અનેકો વખત રજૂઆતો છતાં સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળે છે.

હવે સોશ્યિમલ મિડીયામાં મજાક ઉડી રહી છે કે જો,  ‘જો ટ્રમ્પનું મગજ ફરે અને કહે કે મારે તો સિંહપુર સિહોર જવું છે તો રાતોરાત સિહોરનો ટાણા રોડ રેલવે ફાટક ફિલ્ડર પ્લાન્ટની સમસ્યાઓની નિરાકરણ આવી શકે છે સોશ્યિલ મિડીયામાં ઉડતી મજાકને સિહોરના ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધીઓએ ગંભીરતાથી લેવા જેવી છે ગુજરાત મોડલ અને વિકાસની ગમે તેટલી બુમો પડે પરંતુ વર્તમાન વાસ્તવિકતા સ્થિતીએ સિહોરનો વિકાસ થંભી ગયો છે. સોશ્યિલ મિડીયામાં મજાક ઉડી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને પણ સિહોરમાં લાવો જેથી કરીને અને ખાસ કરીને ટાણા રોડે લાવો જેથી રાતોરાત રોડ નવો બને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here