સરપંચે શંખનાદને વિડીઓ બતાવીને આપી માહિતી કહ્યું કે ગામની એકતા ભંગ કરવા કર્યો છે કોઈએ પ્રયાસ

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે શંખનાદ દ્વારા ઉખરલા ગામે પશુઓના પાણી માટે કોઈ અવેડો છે નહીં જેવી માહિતી માલધારીઓ દ્વારા આપવામાં આવી હતી જેનો અહેવાલ ગઇકાલએ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે ઉખરલા ગામના સરપંચ શક્તિસિંહ ગોહિલ દ્વારા શંખનાદ નો સંપર્ક કરીને તેમને સાચી હકીકત જણાવીને સમગ્ર ઘટનામાં અમુક તત્વો દ્વારા સરપંચ ને બદનામ કરવા અને ગામની એકતા તોડવા માટે પ્રયાસ કરવા ખોટી માહિતી આપી છે. જેમાં તેમણે વીડિયો મોકલીને ગામમાં પશુઓના પીવાના પાણી માટે સુવિધાઓ રાખવામાં આવી છે.

સાથે વીડિયોમાં ગામના માલધારી દ્વારા પણ એકરાર કરવામાં આવ્યો હતો કે અહીં પશુપાલકો અને માલધારીઓ ના વિસ્તારમાં પૂરતું પાણી મળી રહે છે. જેને કોઈએ પણ ઉખરલા ગામના પશુપાલકો ને પાણી નથી મળતું કે પશુઓ ના માટે પાણીના હવેડો નથી એ વાત તદ્દન ખોટી છે. સરપંચએ વધુમાં કહ્યું હતું કે ગામા કૂવો આવેલો છે જેમાંથી તળાવમાં પાણી નાખવામાં આવે છે. અને પશુઓ માટેના પીવાના પાણીના હવેડો પણ ભરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here