વિચારો ગામમાં એક પણ અવેડો નથી..બાબત ગંભીર છે..વાત વિચાર માંગી લે છે..પશુઓના પાણી માટે અવેડાઓ જરૂરી છે..માલધારીઓએ આપી આંદોલન કરવાની ચીમકી

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાનો કપરો કાળ અને ઉનાળાના આકરો તાપની વચ્ચે મોતના તાંડવ સામે સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે ત્યારે પશુપાલકોની હાડમારી અને પશુઓ અને માલઢોરની મુશ્કેલી ઓછી નથી ત્યારે એક ચિંતાજનક બાબત સામે આવી છે કે સિહોરના ઉખરલા ગામે પશુઓને પાણી પીવરાવવા માટેનો એક પણ અવેડો નથી અને જે છે એ અતિ જર્જરિત હાલતમાં છે જેને લઈ પશુપાલકોમાં રોષની લાગણી જન્મી છે સિહોરના ઉખરલા ગામે માલધારી પરિવારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે જે લોકોનું કહેવું છે કે અમારી હાલત અતિ ગંભીર છે.

ઉખરલા ગામમાં પશુ અને માલઢોરને પાણી પીવરાવવા માટે એક પણ અવેડો નથી છેએ પણ અતિ જર્જરિત હાલતમાં છે અમારે બાજુના એક કિલોમીટર પાલડી ગામે માલઢોરને પાણી પીવરાવવા માટે જવું પડે છે કોરોના વાઇરસ અને અને ઉનાળાના આકરા તાપમાં માલઢોર અને પશુઓ સાથે અમારી હાલત કફોડી બની છે ગ્રામ પંચાયતમાં સ્વ ભંડોળ મોટી માત્રામાં પડ્યુ છે જોકે સરપંચ આ અંગે કોઈ કાર્યવાહી કે ઘટતું નહિ કરતા માલધારીઓમાં રોષ વ્યાપ્યો છે મીડિયા સામે હૈયાવરાળ કાઢીને બળાપો કાઢ્યો હતો.

ઉખરલા ગામે અવેડો બનાવવામાં નહિ આવે તો મામલે ઉચ્સ્તરે રજુઆત અને આંદોલન માટેનું રણશીંગુ માલધારીઓએ ફુક્યું છે ઉલ્લેખનીય છે કે ઉનાળાનો આકરો તાપ ભલભલાઓના હાજા ગગડાવી દે તેવો છે જેથી કપરા કાળમાં માનવતા દાખવી યોગ્ય થાય તે પણ એટલું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here