યુરિયા ખાતરની થેલીમાં ૧૩ કિલો વજન ઓછું, ગામની મંડળી કે કંપનીનું તરકટ.? તપાસ થાયતો મોટો પર્દાફાશ થઈ શકે છે.

ગામના સરપંચે કહ્યું હા ખેડૂત ખાતર લેવા ગયા ત્યારે ૧૩ કિલો જેટલું વજન ઓછું આવ્યું છે, આ લોટ માંથી હજુ ૨૦૦ આજુબાજુ બેગો પડી છે.

નિલેશ ઢીલા
એક તરફ કોરોના કાળમાં લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે અને અર્થતંત્રને મોટું નુકશાન થયું છે ત્યારે આવા કાળમાં જરૂરી છે કે દેશનો દરેકે દરેક નાગરિક નિષ્ઠાથી કામ કરી દેશને આર્થિક સદ્ધર થવામાં મદદ કરે જોકે વાસ્તવિકતા આનાથી ઉલટી છે. કોરોના કાળમાં લોકડાઉનને કારણે નબળા પડેલા અર્થતંત્રને બેઠું કરવામાં સહભાગી થવાને બદલે ઘણા લોકો કૌભાંડો કરવામાં અને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવામાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે, આવો જ કિસ્સો સામે આવ્યો છે ઉમરાળાના રામણકામાં જ્યાં કોરોના કાળમાં સૌથી વધુ કાર્યક્ષમ અને દેશના અર્થતંત્રના આધાર બનેલા ખેડૂતો સાથે કૌભાંડ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રામણકા ગામેથી ખાતર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ગામના એક ખેડૂતે ગામની સહકારી મંડળીમાંથી યુરીયા ખાતર ખરીદ કર્યું હતું. ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલ ખાતર ખેડૂતને સીલ બંધ થેલીઓમાં પેક કરીને આપવામાં આવ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે પાપનું આયુષ્ય લાંબુ હોતું નથી. તેવી જ રીતે ખેડૂતને તેને આપવામાં આવેલ યુરિયા ખાતરની થેલીઓના વજનને લઈને શંકા ગઈ. ખેડૂતને થેલીનું વજન ઓછુ લગતા ખાતરની થેલીનું વજન કરવામાં આવ્યું હતું.

વજન ઓછું હોવાની શંકાને લઈને જયારે ખેડૂતે થેલીઓની વજન કરાવ્યું તો સમગ્ર ખાતર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો અને ચકચારી ખાતર કૌભાંડ સામે આવ્યું. નોધનીય બાબત છે. કે થેલીનું વજન ૪૫ કિલોની જગ્યાએ ૩૨ કિલો થયું હતું આ અંગે શંખનાદે રામણકા ગામના સરપંચનો સંપર્ક કરતા જેઓએ ઘટનાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે હા ખેડૂત ખાતર લેવા ગયા ત્યારે વજન ઓછું આવ્યું છે અને હજુ આ લોટ માંથી હજુ ૨૦૦ આજુબાજુ બેગો પડી છે ત્યારે તપાસ થાયતો એક મોટું ષડ્યંત્ર બહાર આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here