ઉમરાળા પંથકના ખેડૂતોને સૌની યોજના હેઠળ હેરાનગતિ, ખેતરોના ઉભા પાકને યોજના માટે ખોદી નાખી નુકશાન કરવામાં આવી રહ્યું છે

આવતા જતા જેસીબી અને ટ્રક થી ખેતરોના પાક ને ભારે નુકશાન, આ વિસ્તારના ધારાસભ્ય ને સાથે રાખી કલેકટર ને ખેડૂતોએ કરી રજૂઆત.

સલીમ બરફવાળા
પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સરકાર સૌની યોજના હેઠળ જળાશયો ભરવા અંગે કામગીરી કરી રહી છે. ઉમરાળા પંથકમાં ચાલતી સૌની યોજના હેઠળની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા આ યોજના સંલગ્ન ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તેમજ ખોટા કેસો કરી ફસાવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠતા આજે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ મારુ ભુપતભાઇ ચાડ અને યુવા લોકનેતા મિલન કુવાડિયાની આગેવાનીમાં ખેડૂતોએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી ખોટી કનડગત દુર કરવા જણાવ્યું હતું ઉમરાળા તાલુકાના વિકળીયા ગામથી ભાવનગરના બોરતળાવ સુધીની સૌની યોજના હેઠળ પાઈપલાઈન નાખવાની કામગીરી હાલ શરુ છે.

આ યોજનાને વહેલી તકે કાર્યરત કરવા સરકાર દ્વારા કોન્ટ્રાકટરો જણાવતા કોન્ટ્રાકટરો એ ખેડૂતોને હેરાન કરવાનું શરુ કર્યું છે. આ વર્ષે ચોમાસું મોડું શરુ થયું હતું અને ભારે વરસાદના પાકને નુકશાન થતા ખેડૂતો દ્વારા શિયાળુ પાક નું વાવેતર કર્યું હોય જે પાક પર સૌની યોજના ના કોન્ટ્રાકટરો દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવી રહ્યું છે. ખેડૂતોને તેના ખેતરમાં પાક પુરતો આવે ત્યાં સુધી જમીન ખોદકામ માં કોઈ રાહત ના આપતા તેમજ જેસીબી અને ટ્રકો ખેતરમાં આવતા જતા હોવાથી ખેતરના બીજા ભાગો માં રહેલો અન્ય પાક પણ કચડાઈ ને નાશ પામ્યો છે

ઉપરાંત વળતર અંગે હજુ કોઈ વાતચીત તંત્ર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવી ના હોય જેથી ખેડૂતોએ વિરોધ કરતા તેમના પર ખોટા કેસ કરી ફસાવવામાં આવી રહ્યા હોય જે અંગે આજે મોટી સંખ્યામાં આ પંથકના ખેડૂતો આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂ ભુપતભાઈ ચાડ અને યુવા લોકનેતા મિલન કુવાડિયાને સાથે રાખી કલેકટર ને આવેદન પત્ર પાઠવી આ અંગે લેખિત રજૂઆત કરી હતી.જયારે સુત્રોચ્ચાર કરી વિરોધ પણ કર્યો હતો સૌની યોજના હેઠળ ખેતરોમાં નીચે પાઈપ નાખવાની કામગીરી જે કરવામાં આવી રહી છે તેમાં ખોદકામ બાદ માટી પણ તેના સ્તર મુજબ નાખવામાં નથી આવતી જેને લઇ આ જમીનની ફળદ્રુપતા ને પણ ખતરો થઇ રહ્યો છે

ત્યારે આ બાબતે સમજી વિચારી ખેડૂતોની હિત વિચારી અહિત ના વિચારો દુર થાય તે જરૂરી છે. કારણ કે આ કે કોઈ સરકારની કોઈ યોજના સમયસર પૂર્ણ થઇ હોય તેવું ક્યારેય બન્યું નથી જે હકીકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here