ઉમરાળામાં પોલીસ કોન્સ્ટેબલ જવાનની પ્રામાણિકતા, પૈસા ભરેલું પર્સ મૂળ માલિકને પરત કર્યું

નિલેશ આહીર
જેમ સૈનિક આપણી સીમાઓ પર પોતાના જીવ જોખમમાં મૂકી સુરક્ષા કરે છે તેમ સીમાઓની અંદર દેશમાં ઘણા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છે જેમના કારણે કાયદો વ્યવસ્થા હજુ સચવાયેલી છે અગાઉ પણ ઘણા આવા બહાદુર પોલીસ કર્મીઓ લોકો સમક્ષ આવ્યા છે તો ઘણા પ્રામાણિક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ હજુ પણ જાહેરમાં નથી આવ્યા પણ પોતાનું કાર્ય પ્રામાણિક અને હિંમત પૂર્વક કરે છે.

ત્યારે ઉમરાળા પોલીસના એક જવાનની ઉડીને આખે વળગે તેવી પ્રામાણિકતા સામે આવી છે જેમાં ઉમરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનને પોતાને મળેલું રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પર્સ તેના મૂળ માલિકને શોધી પરત કરવામાં આવ્યું છે ઉમરાળા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ હિતેશભાઈ મકવાણા ફરજ બજાવે છે જેઓ ગઈકાલે સવારના સમય આસપાસ પોતાના બાળકને અભ્યાસ માટે સ્કૂલ મુકવા જઈ રહ્યા હતા.

તે અરસામા ઉમરાળા બજારમાંથી એક પર્સ પાકીટ મળી આવ્યું હતું જેમાં રોકડ રકમ એટીએમ ક્રેડિટ કાર્ડ સહિતની અગત્યની ચીજવસ્તુઓના દસ્તાવેજો હતા તપાસ કરતા આ પાકીટ ઉમરાળા ગામના મેહુલભાઈ રાઠોળનું હોવાનું સામે આવ્યું હતું જેના પગલે તુરંત જેઓને સંપર્ક કરીને પાકીટ પરત લઈ જવા જણાવાયું હતું મેહુલભાઈ હાફળા-ફાફળા ઉમરાળા પોલીસ મથકે પોહચ્યા હતા અને તમામ દસ્તાવેજો અને રોકડ રકમ પરત મળવાથી ગદગદીત થઈ ગયા હતા આમ ઉમરાળા પોલીસ જવાનની પ્રામાણિકતા સામે આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here