સિહોરમાં અનેક રજૂઆતો બાદ આજે ઉમરાળા ખાતે પણ આવેદનપત્ર પાઠવાયું

નિલેશ આહીર
સિહોર શંખનાદ સંસ્થાના સંચાલક મિલન કુવાડિયા પર થયેલ પોલીસ ફરિયાદમાં આજે ઉમરાળા ખાતે આવેદનપત્ર પાઠવાયું છે જેમાં સંચાલક મિલન કુવાડિયા ઉપર સોશ્યલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા સબબ કેસ કરવામાં આવેલ..હકિકત માં તેમણે છાપેલા સમાચાર તેમના પહેલા અન્ય જવાબદાર લોકો દ્વારા પણ સોશ્યલ મીડિયા પર ફેલાયા હતા..પરંતુ મિલનભાઈ ની શંખનાદ ન્યૂઝ સંસ્થા દ્વારા આ સમાચાર આપ્યા પછી તરત જ ધ્યાનમાં આવ્યું કે સમાચાર તથ્ય વિહોણા છે એટલે એમણે તરત જ તે સમાચારનું ખંડન પણ કર્યું હતું.

છતાં તેમના પર કેસ કરવો એ મીડિયાનું મોરલ ડાઉન કરવા જેવી વાત છે. મિલનભાઈ હર હમેશ લોક ઉપયોગી કામ કરતા આવ્યા છે જ્યારે પણ જરૂરી સંદેશા ખાતાકીય માહિતી જાહેર જનતા સુધી પોહચાડવાની હોઈ ત્યારે વિના મૂલ્યે લોક સેવા કરતા આવ્યા છે ત્યારે આવા વ્યક્તિ ઉપર રાગ દ્વેશ રાખી પોલીસ ફરિયાદ કરાય તો સત્ય સાથે રહેતા લોકોનું મનોબળ તૂટે આજે દરેક સમાજ આપના સુધી આવેદનપત્ર પાઠવે છે ને રજુઆત કરે છે ત્યારે અમોને ખાત્રી છે કે આ ચેનલ ભ્રષ્ટાચાર વગર લોક ઉપયોગી કામ કરે છે સમગ્ર બાબત ધ્યાને લઇ કેસ પાછો ખેંચવા કાર્યવાહી થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી અને અહીં હરિષચંદ્રસિંહ ગોહિલ,અશોકભાઈ ડાંગર નિલેશભાઈ ઢીલા, બાવચંદભાઈ જાદવ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here