ઉમરાળા તાલુકાના ખેડૂતોને પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના નહિ મળતી હોવાની રજુઆત


નિલેશ આહીર
ઉમરાળા તાલુકાના જાગૃત અને ખેડૂત પુત્ર એવા યુવાન પ્રતાપ ડાંગર અને દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તાલુકાના ગામના ખેડૂતોને કિસાન સન્માન નિધીના હકદાર ખેડૂતને પોતાના રૂપિયા ન મળતાં હોય અને અવાર નવાર રજુવાત કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં સાથે રહી અને ખેડૂતને ન્યાય મળે અને તેનો હક મળે. તેની રજૂવાત કરવામાં આવી છે અને તાલુકાના તમામને ગામોમાં અતિવૃષ્ટિના કારણે આજે જગતનો તાત ચિંતિત બની ગયો છે ત્યારે તેની સાથે રહી અને તેના પાકનું વળતર મળે તેની રજુવાત્ કરવામાં આવી. અને યુવા આગેવાન પ્રતાપ ડાંગર દ્વારા વધુમાં જણાવ્યું કે કોરોના કાળ અને કુદરતી કેરમાં જો ખેડૂતનો સાથ ન આપો તો ખેડૂતની હાય અને નાના માણસની મુજવણનો જવાબ કોણ બનશે.તો સદન તરે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે

બોક્સ..

અતિવુષ્ટી સહાય અને અમૃતમ અને આધારકાર્ડની કામગીરી શરૂ કરવા રજુઆત

ઉમરાળા તાલુકાના મામલતદારને તાલુકાના જાગૃત યુવાન એવા પ્રતાપ ડાંગર અને દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તાલુકામાં પડેલ અતિ ભારે વરસાદના લીધે તમામ પ્રકારનો પાક બળીને ખાખ થઈ ગયો છે.તો ખેડૂતને યોગ્ય વળતર મળે.તેની લેખિતમાં રજુઆત કરવામાં આવી. અને વધુમાં યુવાન બને મિત્રો એ જાણવું હતું કે અમારા તાલુકામાં ઘણા સમયથી આધાર કાર્ડની કામગરી બંધ છે અને માં અમૃતમ કાર્ડની કામગરી પણ બંધ છે તો તે કામગીરને શરુ કરવામાં આવે.તેની લેખિત ભલામણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here