ઘટનાને પગલે લોકોના એકઠા થઈ ગયા, ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

ઘટનાનું લાસ્ટ અપડેટ : સમી સાંજેના ૬ : ૫૫ કલાકે

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી : નિલેશ આહીર
ચાલુ ચોમાસાની સીઝનમાં સારા વરસાદ ને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે.ત્યારે ચોગઠ ગામ નજીક ની કાલુભાર નદીમાં પણ ખૂબ પાણી હોય ત્યારે તેમાં આજે ચોગઠ ગામના ૪ લોકો કોઈ કારણોસર ડૂબ્યાની ઘટના બની હતી ઘટનાને લઈ યુવાનો નદીના પાણીમાં ગરકાવ થઈ જતા કુલ ચાર લોકો એક જ ગામના નદીમાં ગરકાવ થયા છે.આ બનાવ ને પગલે ગામના લોકો ના ટોળા નદી કિનારે એકઠા થયા છે અને સ્થાનિક અન્ય તરવૈયાઓ આ યુવાનો ની શોધખોળ કરી રહ્યા છે.જ્યારે આ બનાવ અંગે મામલતદાર અને પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે. બનાવની પ્રાથમિક વિગત એવી છે કે ચોગઠ ગામ નજીક પસાર થતી કાળુભાર નદીમાં નજીક વાડીના કામે જતા હતા તે દરમિયાન એક મિત્રનો પગ લપસી જતા વારાફરતી એક બીજાને બચાવવામાં ચારેય મિત્રો કાલુભારમાં ડૂબ્યા હતા ઘટનાની જાણ પોલીસ અને વહીવટી તંત્રને કરવામાં આવતા સ્થળ પર પહોંચી ગયા હતા. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. શોધખોળ દરમિયાન આ લખાઈ છે ત્યારે સમી સાંજે ૬ : ૫૦ કલાકે ૨ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.


બોક્સ..

સ્થાનિક તરવૈયાઓની મદદથી અન્ય બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે

ઘટનાની વિગત અનુસાર ઉમરાળાના ચોગઠ ગામની કાળુભાર નદીમાં ૪ લોકો પાણીમાં ડૂબવાની ઘટનાને લઈ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓનની મદદથી તમામની શોધખોળ હાથ ધરી છે. શોધખોળ દરમિયાન સુરેશભાઈ જાદવભાઈ કોળી સહિત બે લોકોનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.


મામલતદાર સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો.

ઘટનાની જાણ થતાં મામલદાર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો સ્થાનિક તરવૈયા એક વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here