દુષ્કર્મ-હત્યાના વિરોધમાં ચોમેર રોષ, તાત્કાલિક પગલાંની માંગ, નરાધમનોને ફાંસીની માંગ સાથે આવેદનપત્ર

હરેશ પવાર : નિલેશ આહીર
ઉત્તરપ્રદેશમાં ઉપરાઉપરી સામે આવેલા દુષ્કર્મના બનાવો તેમ જ કચ્છના વકીલની હત્યાને પગલે જિલ્લામાં પણ ભારે રોષની લાગણી જન્મી છે. અનુ.જાતિના લોકો પર થતા અમાનુષી અત્યાચારના બનાવોમાં આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કામ લેવાની માગણી સાથે સિહોર અને ઉમરાળામાં દલિત સમાજ તેમજ આપ પાર્ટી દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવ્યા હતા. ઉત્તર પ્રદેશ ના હાથરસ માં નરાધમો ધ્વરા એક દલિત સમાજ ની યુવાન અને નિર્દોષ યુવતી નું અપહરણ કરી તેની સાથે સામુહિક દુષ્કરણ આચરી તેના ગળા નું હાડકું ભાંગી નાખી જીભ કાપી નાખી અને નિર્દય પૂર્વક ત્રાસ આપી હત્યાં નિપજાવેલ તેની સમગ્ર ભારત દેશ માં ખુબ જ અરેરાટી ફેલાઈ ગયેલ છે.

આવા ભયકંર ગુના માં સ્થાનિક પોલીસે પીડિત લોકો ની મદદ કરવાના બદલે તેમને નજરકેદ રાખી બાંધક બનાવી કોઈ મીડિયા કે સામાજિક આગેવાન ના સંપર્ક માં ન આવવા દઈ આ પરિવાર ને ધાકધમકી આપી સમગ્ર બનાવ ને દબાવી દેવા નો પ્રયત્ન કરેલ. તેમ જે દિકરી ની લાશ ને તેના પરિવાર ને સોંપવા ના બદલે તેમના પરિવાર ની મંજૂરી વિના પુરાવા નો નાશ કરવા લાશ ને બારોબાર સળગાવી દીધી છે.

આ ગુના માં સંડોવાયેલા તમામ આરોપીઓ તથા આરોપીઓ ને મદદરૂપ થનારી અને લાશ ને બારોબાર સળગાવી પુરાવા નો નાશ કરનાર પોલીસ અધિકારી ઓને પણ કાયદા ની રૂએ કડક માં કડક સજા થાય અને ભવિષ્ય માં આવા બનાવો ના બને અને એક દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ સિહોર તેમજ ઉમરાળા ખાતે દલિત સમાજ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ રાપર માં યુવાન આગેવાન અને એડવોકેટ આવા દેવજી ભાઈ મહેશ્વરી ની ધોળે દહાડે જાહેર માં છરીઓના ઉપરછરી ઘા કરી નરાધમો દ્વારા હત્યાની ઘટનામાં કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here