ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર દ્વારા ચૂંટણી સમયે પ્રજાને અપાયેલ લોલીપોપની ઉઘરાણી થઈ

નિલેશ આહીર
ઉમરાળા તાલુકામાં સરકારી કચેરીઓ બધી જ અલગ અલગ જગ્યાએ અને વર્ષો જૂના બાંધકામ હોય કર્મચારીઓ અને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બીજી બાજુ સ્થાનિક ધારાસભ્ય આત્મારામ પરમાર દ્વારા ચૂંટણી સમયે નવી જગ્યાએ સેવાસદન બિલ્ડિંગ નિર્માણકાર્ય માટે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ બધીજ કચેરીઓ એક જગ્યાએ નિર્માણ કરવાની માંગ સાથે

ઉમરાળા મામલતદાર એ.પી.અંટળાને આવેદનપત્ર પાઠવતા ઉમરાળા કોંગ્રેસ આગેવાન બુધાભાઈ સવાણી,ઉમરાળા દલિત સમાજના આગેવાન અને જાગૃત યુવા હરજીભાઈ મકવાણા ઉમરાળા તાલુકા પંચાયત સદસ્ય શૈલેષભાઈ મારૂ સહિતના આગેવાનો દ્વારા તાલુકા સેવાસદન બિલ્ડિંગ નિર્માણકાર્ય ઝડપી શરૂ કરવાની ઉગ્ર માંગ સાથે રજુવાત કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here