સિહોરના માવજી સરવૈયાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી કહ્યું તકસાધુઓને ટીકીટ આપવાથી પાર્ટીને નુકશાન થાય છે, ભાજપનું ગૌત્ર ધરાવતા લોકોને પૈસાના જોરે ટિકિટો ન આપવી

શંખનાદ કાર્યાલય
ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે નજીકના દિવસોમાં ચૂંટણીપંચ તારીખો જાહેર કરે તેવી પુરી શકયતાઓ છે રાજ્યસભા ચૂંટણી સમયે ગઢડા ઉમરાળા સહિતની આઠ બેઠકો પર ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપ્યા બાદ ફરી પેટા ચૂંટણીઓની તૈયારીઓ થઈ ચૂકી છે બન્ને પક્ષો દ્વારા બેઠકો અને મિટિંગોનો દોર શરૂ કરી દીધો છે ત્યારે ગઢડા ઉમરાળા બેઠક પર પણ પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે સિહોરના દલિત સમાજ આગેવાન અગ્રણી માવજીભાઈએ ગઢડા ઉમરાળા બેઠક મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સાંસદ શક્તિસિંહ ગોહિલને પત્ર દ્વારા રજુઆત કરી છે કે અહીંની બેઠક અનામત છે.

જેમાં ભાજપનું ગૌત્ર ધરાવતા આગેવાનોને ટીકીટ ન આપવી તેવી રજુઆત કરીને બળાપો ઠાલવ્યો છે તેમણે રજુઆતમાં કહ્યું છે કે અમુક કોંગ્રેસના આગેવાનોને પૈસાના જોરે સમજાવી મુંબઇ ભાજપના સક્રિય સભ્ય મુકેશ શ્રીમાણી અને એમના મોટાભાઈ જગદીશ શ્રીમાણી જેઓ ગુજરાત ભાજપના આગેવાન છે અને ભાજપના નેતાઓ સાથે એમના ફોટો પણ છે જ્યારે એવી જ રીતે દલિત સમાજના ઉધોગપતિ મોહનભાઈ સોલંકી જે ભાજપના માજી સાંસદ શંભુનાથ બાપુના વેવાઈ હતા.

મોહનભાઈ સોલંકીએ ક્યારેય કોંગ્રેસમાં કામ કર્યું નથી તેઓ પાસે એકજ લાયકાત છે પૈસાની..આ બન્ને મહાનુભાવો ક્યારે દલિતો પર થતા અત્યાચાર કે દલિત આંદોલન જોડાયા નથી ત્યારે કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી કામ કરતા કાર્યકરોને ટીકીટ મળે સક્રિય વ્યક્તિને ટીકીટ મળે આવા તકસાધુઓને ટીકીટ આપવાની પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે તેવી રજૂઆત માવજી સરવૈયાએ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here