ઉમરાળા પોલીસ ટીમ દ્વારા જુગાર રમતા ત્રણ શકુનીઓને ઝડપી લેવાયા


નિલેશ આહીર
કોરોના લોકડાઉનમાં પણ અમુક શકુનીઓ પોતાનું કરતબ કરવામાં પાછી પાની કરતા નથી હોતા. જેમાં ઉમરાળા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટિમ અલગ અલગ વિસ્તારમાં જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે,ધરવાળા ગામની સીમમાં ખુલી જગ્યામા અમુક ઇસમો તીનપત્તીનો જુગાર રમે છે તે બાતમીનાં આધારે પો.સ્ટાફના માણસો દ્વારા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા સદરહું જગ્યાએથી કુલ 3 આરોપીઓ મોઢે માસ્ક પહેરેલ ચહેરો ઢંકાયેલ ગોળ કુંડાળું વાળી જુગાર રમતા હોય જેમાં (૧) રવજીભાઈ બિજલભાઈ મકવાણા (૨) અમિતભાઈ જાદવભાઈ ચૌહાણ (૩) ભાવેશભાઈ ઘનશ્યામભાઈ ગોહેલ રહે નં (1) ધરવાળા તથા નં 2 તથા 3 લીમડા (હ.) તા.ઉમરાળા વાળાઓ મળી આવી કુલ મુદ્દામાલ રોકડ રુ ૧૧૨૬૦/- ના મુદૃામાલ સાથે મળી ત્રણેય ઇસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here