ઉમરાળા પોલીસ અધિકારી અને એ.એસ.આઈ કોતર ની કરુણા ને નિષ્ઠા વૃદ્ધની લાઠી બની

નિલેશ આહીર
કોરોના મહામારીમાં સૌ કોઈ દિવસે દિવસે મૂંઝવણ અનુભવી રહ્યું છે. જેમાં ઘરમાં બેઠેલા લોકો કંટાળી ગયા હશે પરંતુ ફરજ પરના પોલીસ જવાનો અને ડોકટરો અડગ પણે કોરોનાની વચ્ચે જંગ લડી રહ્યા છે. કોરોના વોરિયર્સ તરીકે પ્રશાશનના નાને થી લઈને મોટા અધિકારીઓ સાથે મળીને દેશનું રક્ષણ કરી રહ્યા છે. આવા સમયમાં પોલીસની ફરજ નિષ્ઠા સાથે માનવતા પણ છલકાઈ દેખાઈ છે.ત્યારે ઉમરાળા પીએસઆઇ પઢીયારના માર્ગદર્શન નીચે પોલીસ ફરજ સાથે સેવાકીય કાર્ય પણ કરી રહી છે.

મળતી વિગતો મુજબ ઉમરાળા ટાઉન બીટમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા મૂળ સિહોરના ખારી ગામના આર.બી.કોતર પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન એક વૃદ્ધ માજી પોતાની નાની એવી દુકાન માં જુના લાકડાના ઘોડામાં બે ત્રણ ભાગના ડબા સાથે બેઠા હોય છે. વૃદ્ધની દયનિય પરિસ્થિતિ પોલીસની આંખોમાં ઉતરી જતા એ.એસ.આઈ દરરોજ ઉતરીને વૃદ્ધ માડીના હાથમાં એક મોટી નોટ બંધ મુઠીમાં મૂકીને સેવાકાર્ય કરી રહ્યા છે.

વૃદ્ધના હાથમાં મોટી નોટ આવતા જ તેની આંખોમાં જાને આખા દિવસનો વેપાર કરી નાખ્યો હોય તેવી ઝલક દેખાઈ આવી જાય છે. જેને લઈને પોલીસના દિલમાં પણ સેવા કર્યાની ટાઢક આવી જાય છે. પોલીસની આવી સેવાકાર્ય ની કામગીરીની સો સો સલામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here