જેલમાં બંધ દલિત અગ્રણીને જેલ મુક્ત અભિયાન હેઠળ યોજાશે સાઇકલ યાત્રા, દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ યાત્રામાં જોડાશે


હરિશ પવાર
સિહોરના દલિત અગ્રણી માવજીભાઈ સરવૈયાની આગેવાની હેઠળ ઉના થી ગાંધીનગર સાયકલ યાત્રાનું આયોજન થયું છે જેલમાં બંધ ક્રાંતિકારી કાંતિભાઈ વાળા ને જેલમુક્ત અભિયાન હેઠળ યોજનાર આ સાયકલ યાત્રામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાની ખાસ ઉપસ્થિત રહેશે સાયકલ યાત્રાની તૈયારીના ભાગરૂપે માવજી સરવૈયા અને આગેવાનો દ્વારા ઉના ખાતે આવેલ ભીમરાવ આંબેડકર ચોક થી સાવરકુંડલા અને ગારીયાધાર સુધી સાયકલ યાત્રા રૂટમા આવતા ગામડાઓની મુલાકાત લીધી હતી જેમાં ઉના અત્યાચાર ઘટના ના ભોગગ્રસ્ત બાલુભાઈ સરવૈયાના ઘરની મુલાકાત લીધી હતી ત્યારબાદ સાવરકુંડલા ખાતે કાન્તીભાઇ વાળા ના પરીવાર ની મુલાકાત કરી હતી અને સાવરકુંડલા ખાતે એક મીટીંગ કરી હતી.

જેમા માધુભાઇ વાળા કાન્તીભાઇ વાળાના ધર્મ પત્ની કવિતાબેન વાળા ,નયન સરવૈયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા ૨૬/૧૧/૨૦૨૧ ના રોજ ઉનાથી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા યોજાશે ઉના અત્યાચાર ભોગ બનનાર પીડિત પરિવાર ને ન્યાય મળે અને ઉના ધટના સમયથી જેલમાં બંધ ક્રાન્તીકારી યુવાન કાન્તીભાઇ વાળા ને તાત્કાલિક જામીન આપો ઉના અત્યાચાર ઘટના સમયે દલિતો ઉપર થયેલા પોલીસ કેસો સરકાર પરત ખેચે આ માંગણી સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉના થી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા યોજાશે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ ના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here