ઉના અત્યાચાર કાંડમાં પીડિત પરિવારો ને ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન – સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ

હરિશ પવાર
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સિહોર દ્વારા ઉના કાંડના પીડિત પરિવારો ને ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જેને લઈને ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે દલિત અધિકાર મંચની આવેલ અખબાર યાદી મુજબ ગુજરાતમાં ૨૦૧૬માં ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં મોટા – સમઢીયાળા ગામે કહેવાતા ગૌ સેવકો દ્વારા ઉના – પોલીસ મથક સામે ફોરવ્હીલર પાછળ બાંધીને ઢોર – માર મારવાની ઘટના બની હતી મરેલા – ઢોરની ખાલ ઉતારનાર દલિતોના ચામડા ફાડીનાખે તેવો માર મારેલ આ ઘટનાના ઘેરા – પ્રત્યાંઘાતો પડ્યા હતા.

તે સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઉના પીડિત પરિવારને વચન આપેલ કે સરકાર પીડિત પરિવારના એક સભ્ય ને સરકારી નોકરી આપશે અને પીડિતોને રહેવા માટે ઘર બનાવી આપશે. આ વાતને આજે પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો છતાં પીડિતોને ન્યાય મળ્યો નથી ઉના ઘટના બાદ ગુજરાતમાં દલિત આંદોલન થયેલ જેમાં સરકારી માલ – મિલ્કત ને નુકસાન થયેલ નહીં દલિત સમાજના આગેવાનો ઉપર પોલીસ દ્વારા ખોટી પોલીસ ફરિયાદો કરેલ જેમાં છેલ્લા પાંચ વર્ષ થી કાંતિભાઇ વાળા અમરેલી જિલ્લા જેલમાં છે.

આ તમામ પ્રશ્નો માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ઉના પીડિત પરિવાર દ્વારા સંવિધાન દિવસે ઉનાથી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરેલ સાયકલ યાત્રા ૩૦-૧૧-૨૦૨૧ ના રોજ ગાંધીનગર પહોચી હતી ૦૧-૧૨-૨૦૨૧ ના રોજ સાંજના ૩-૩૦ કલાકે ગુજરાતનાં ચીફ – સેક્રેટરી પંકજકુમાર સાહેબને આવેદન – પત્ર આપેલ મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગેલ અમારે ૦૧-૧૨-૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી ને મળવાનું હતું અને અમે ૨૯-૧૧-૨૦૨૧ ના રોજ એટલે બે દિવસ અગાઉ મળવાનો સમય માંગેલ પરંતુ મુખ્યમંત્રીએ અમને મળવાનો સમય આપેલ નહીં.

આનો જવાબ આવનારા સમયમાં ગુજરાતનાં દલિતો આવનારા સમયમાં આપસે ઉના – પીડિત પરિવાર અને જેલમાં બંધ કાંતિભાઇ વાળા ને ન્યાય નહીં મળે તો અને ઉના અત્યાચાર ઘટના બાદ દલિત આંદોલન સમયે દલિતો ઉપર થયેલ પોલીસ કેસો સરકાર પરત ખેંચે આ પ્રશ્નો એ ગુજરાત ના મુખ્યમંત્રી ચીફ સેક્રેટરી માહા – માહિમ રાજ્યપાલ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ન્યાય નહીં મળે તો ઉગ્ર – આંદોલન કરવાની ફરજ પડશે તેવી દલિત અધિકાર મંચે ચીમકી ઉચ્ચારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here