ઉનાળો શરૂ ત્યાં તો ડુંગરો અને સિમ વિસ્તારોમાં આગ હી આગ


હરેશ પવાર
જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે ત્યારે સિહોર નજીકના ઉંડવીની સીમમાં રેવન્યુની જગ્યામાં આગની ઘટના બની છે થોડા દિવસ પહેલા પાલીતાણાના જંગલોમાં આગની ઘટના બની હતી જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે.

ઉનાળાની શરૂઆતમાં જ દાવાનળની ઘટનાઓ શરૂ થઇ ચુકી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાવાનળની ઘટનાઓ શરૂ થઇ છે, ત્યારે અનેક સવાલો ઊઠી રહ્યા છે કે, આ આગ કુદરતી છે કે કૃત્રિમ. જો કુદરતી હોય તો અમુક સંજોગોમાં લાગી શકે પરંતુ દર વર્ષે આવી ઘટનાઓ ઘટતી હોય છે.

પણ તકેદારીના કોઇ જ પગલા લેવામાં નથી ત્યારે આજે ફરી સિહોર પાસે ના ઉંડવી સીમ વિસ્તારમાં જે રેવન્યુ વિસ્તારમાં આગ લાગી હતી બનાવની જાણ સિહોર ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયરના ધર્મેન્દ્ર ચાવડા.શીવુભા ગોહિલ સહિત નો સ્ટાફ સાથે પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી ઉલ્લેખનીય છે.

વારંવાર બનતી આગની ઘટનાઓ પર કોઇ તંત્ર ધ્યાન ન લેતું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળી રહ્યું છે. પર્યાવરણને બચાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે, પણ ડુંગર પર લાગતી આગ પર કોઇની નજર નથી પહોંચતી તેથી સવાલ એ થાય છે કે, શું ડુંગર પર લાગેલી આગ કૌભાંડના સંકેત તો નથી આપતું ને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here