સિહોર નજીક આવેલ ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આવશ્યક દવાઓનુ અનુદાન


મિલન કુવાડિયા
તાલુકા પંચાયત ભાવનગરના પ્રમુખ શ્રીમતી બચુબેન રઘુભાઇ ગોહિલે પોતાને મળતી વિકાસની ગ્રાન્ટમાથી કોરોનાના સમયમાં અતિ ઉપયોગી માતા, વૃદ્ધો અને બાળકોને ઉપયોગી અને રાજય સરકારમાથી ન મળતી હોય તેવી ખુબજ જરૂરી વિટામિન સી, પ્રોટીન પાવડર, વિટાલ ઝેડ પાવડર, બી.પી., ડાયાબિટીસ, સ્કીનની ટ્યુબો, કાન-આખના ટીપાં વગેરે રૂ.૨૫,૦૦૦/- ની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.કોષાબેન એમ.રાવલને ફાળવી હતી. આ દવાનું કારોબારી ચેરમેન શ્રી રાજેશભાઇ ફાળકી, એ.પી.એમ.સી.ચેરમેન નારૂભાઇ ખમળ, ભાજ૫ તાલુકા પ્રમુખ શ્રી જીતુભાઇ ૫રમાર,તાલુકા પંચાયતના સભ્ય શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ, ઉંડવી ગામના સરપંચ શ્રી રામભાઇ સાંગા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુનીલભાઇ પટેલના વરદ હસ્તે સગર્ભા માતાઓને વિતરણ કરવામાં આવેલ હતું. આરોગ્ય કેન્દ્રમાં આ પ્રસંગે ૩૭ સગર્ભા માતાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તેમજ બાળ ઉછેર અને આરોગ્ય સંભાળ અંગે ડો.સુનીલભાઇ પટેલ, ડો.કોષા એમ.રાવલ અને ડો.મનીષા જી.માંગુકીયા દ્વારા વિસ્તૃત આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. તેમ મેડિકલ ઓફિસરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંડવી દ્વારા જણાવાયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here