રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાની જાહેરાત ને લઈએ વીસંગતતા ઉભી થતા સ્ટુડન્ટ પાવર ગ્રુપે કરી રજુઆત

મિલન કુવાડિયા
રાજ્યની યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈને ગઈકાલ મોડે મોડેથી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતમાં અનેક અવઢવ વિધાર્થીઓને આવતા ભાવનગર સ્ટુડન્ટ પાવર ગ્રૂપ દ્વારા શિક્ષણમંત્રી ને તાત્કાલિક ધોરણે યોગ્ય જાહેરાત કરવા માટે થઈને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પત્રમાં જણાવ્યું હતું કે સેમેસ્ટર ૬ અને પીજી ના બંને વર્ષની પરીક્ષા ૨૫ જૂનથી શરૂ કરવામાં આવશે તે ઠરાવની કોલમ નંબર 3 માં પરિસ્થિતિ સામાન્ય ન હોય તો સેમેસ્ટર ૬ અને પીજીના વિધાર્થીઓને પણ પ્રોગ્રેસ બેસ મેરીટ ઇન્ટર મીડિયેટ પદ્ધતિ અમલમાં મૂકવા જણાવ્યું હતું.

તેમ પરીક્ષા લેવા અંગે વિધાર્થીઓ ઉપર લટકતી તલવાર રાખવામાં આવી છે. લાખો વિધાર્થીઓ જો અને તો વચ્ચે ભારે મૂંઝવણમાં મુકાય ગયા છે. તેમજ સેમેસ્ટર ૨-૪ માટે પણ પ્રોગ્રેસ બેઝ મેરીટ અમલમાં મુકવામાં આવશે કે કેમ તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવા મહામારીના સંજોગોમાં તાકીદે સેમેસ્ટર અને પીજીના વિદ્યાર્થીઓ માટે પ્રોગ્રેસ વેઝ મેરીટ પદ્ધતિ અમલમાં મૂકવા માટે થઈને રાજ્યના શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here