રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડયુ, રેસ્ટોરન્ટ-હોટલ રાત્રીના ૧૧ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે : પાર્કસ, પબ્લીક ગાર્ડન્સ ખોલવાની છુટ


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને જિલ્લામાં આજથી વેપાર-ધંધામાં છુટછાટ સાથે અનલોક-૪નો પ્રારંભ થઈ ગયો છે. દુકાનો બંધ કરવાની સમય મર્યાદા સરકારે હટાવી દીધી છે તેથી વેપારીઓ મોડે સુધી દુકાન ખુલ્લી રાખી શકશે. રેસ્ટોરન્ટ-હોટલ બંધ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પાર્કસ, પબ્લીક ગાર્ડન્સ ખોલવાની છુટ આપી છે પરંતુ હજુ શાળા-કોલેજ, સીનેમા સહિતના સ્થળો બંધ રહેશે. આગામી તા. ર૧ સપ્ટેમ્બરથી કાર્યક્રમ સહિતમાં ૧૦૦ વ્યકિત ભેગા થઈ શકશે તેવી છુટછાટ આપવામાં આવી છે પરંતુ સરકારના નિયમનુ પાલન કરવુ પડશે. કોરોનાના પગલે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ગઈકાલે સોમવારે જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડયુ છે.

આ જાહેરનામુ તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામામાં કેટલીક શરતો સાથે છુટછાટ આપવામાં આવી છે પરંતુ શાળા-કોલેજ વગેરે બંધ રાખવા જણાવેલ છે. જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ, શહેરી વિસ્તારનાનોન કન્ટેનમેઈન્ટ ઝોન એટલે કે જયાં કોરોનાના કેસ નથી તેવા વિસ્તારમાં દુકાનો બંધ કરવાનો સમય રાત્રીના ૮ કલાક હતો તે હવે હટાવી દેવામાં આવ્યો છે તેથી વેપારીઓ મોડે સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.

તમામ પ્રકારના રેસ્ટોરન્ટ રાત્રીના ૧૧ કલાક સુધી સોશીયલ ડીસ્ટન્સીંગ અને એસઓપીનુ પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે. પાર્કસ, પબ્લીક ગાર્ડન્સ ખુલ્લા રાખી શકાશે. શાળા, કોલેજ, શૈક્ષણીક-તાલીમ સંસ્થાઓ, ટયુસન કલાસ, સીનેમા હોલ, સ્વીમીંગ પુલ, એન્ટરનમેન્ટ પાર્કસ, થીયટર્સ વગેરે ચાલુ માસમાં બંધ રહેશે. ર૦મી સુધી સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મીક સહિતના કાર્યક્રમમાં મેળાવડા બંધ રહેશે. લગ્ન, મરણમાં પણ પહેલા જ નિયમ યથાવત રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here