યુપીમાં ૭ તબક્કે મતદાનઃ પ્રથમ ૧૦-૧૪-૨૦-૨૩-૨૭ ફેબ્રુઆરી અને ૩-૭ માર્ચઃ ઉત્તરાખંડ-પંજાબ-ગોવામાં ૧૪ ફેબ્રુઆરીઃ મણીપુરમાં ૨૭ ફેબ્રુઆરી-૩ માર્ચે મતદાનઃ આચારસંહિતા આજથી લાગુ

મિલન કુવાડિયા
ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી છેઃ કુલ ૭ તબક્કે ચૂંટણી યોજાશેઃ ઉત્તરપ્રદેશમાં ૭ તબક્કામાંથી ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધીમાં મતદાન થશેઃ જ્‍યારે પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ અને મણીપુરમાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે મતદાન થશેઃ ૧૦ માર્ચે તમામ રાજ્‍યોમાં મત ગણત્રી યોજાશેઃ મુખ્‍ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રાએ આજે બપોરે પત્રકાર પરિષદમાં જણાવ્‍યુ હતું કે આ ચૂંટણીમાં કુલ ૧૮.૩૪ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૨૪.૯૦ લાખ નવા મતદારો છેઃ તેમણે જણાવ્‍યુ હતું કે, પાંચ રાજ્‍યોમાં કુલ ૨,૧૫,૩૬૮ પોલીંગ બુથ બનાવવામાં આવશેઃ આ વખતે ૧૬ ટકા બુથનો વધારો કરાયો છેઃ આમાં ૧૬૨૦ મહિલાઓ સંચાલિત બુથ હશેઃ તેમણે કહ્યુ હતું.

મતદાનનો સમય ૧ કલાક વધારવામાં આવ્‍યો છેઃ એટલું જ નહીં કોરોનાને ધ્‍યાનમાં રાખી ૧૫ જાન્‍યુઆરી સુધી રાજકીય પક્ષોને રોડ શો-પદયાત્રા-જનસભા યોજવાની મનાઇ ફરમાવવામાં આવી છેઃ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાત્રે ૮ પછી પ્રચાર નહીં કરી શકાયઃ તેમણે જણાવ્‍યુ હતું કે, આજથી આચારસંહિતા લાગુ થઇ છેઃ આ વખતે ઉમેદવારો સુવિધા એપ થકી ઓનલાઇન ઉમેદવારી પત્ર પણ ભરી શકશેઃ ઉમેદવારે પોતાની ગુન્‍હાહિત માહિતી પસંદગીના ૪૮ કલાકમાં જણાવવી પડશેઃ ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્‍યુ હતું કે, મતદાન કોવિડ પ્રોટોકોલ હેઠળ યોજાશેઃ એક મતદાન મથક પર ૧૨૫૦ મતદારો જ મતદાન કરી શકશે જ્‍યાં થર્મલ ચેકીંગ-માસ્‍ક-સેનિટાઇઝર વગેરેની સુવિધાઓ ઉપલબ્‍ધ થશેઃ ચૂંટણી પછી વિજય સરઘસ ઉપર પણ મનાઇ ફરમાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here