આવતીકાલે ઉત્તરાયણ : પતંગ અને આનંદ આભને આંબશે

કોરોના હળવો, હૈયા પણ હળવા : સાવધાની રાખી સિહોર કાલે મનભરીને માણશે પતંગોત્સવ : દાનપૂણ્યનો મહીમા થશે ઉજાગર


બ્રિજેશ ગૌસ્વામી
કાલે સૂર્યદેવના મકર રાશીમાં પ્રવેશ સાથે મકર સંક્રાંતિનું પર્વ મનાવવામાં આવશે. દાન પૂણ્યનો મહીમા ઉજાગર થશે. સૌથી મોટો પૂણ્યકાળ આ ઉતરાયણને ગણવામાં આવે છે આનંદનો અવસર એટલે મકર સંક્રાંતિ! એમાય સિહોરીઓ માટે તો દોડવુ હોયને ઢાળ મળે જેવુ થશે. કોરોના કાળ પછી એકેય તહેવાર જોઇએ તેવા સારા ગયા નથી. ત્યારે હવે થોડીક કળ વળી હોય તેમ કોરોનાના કેસ હળવા થતા લોકોના હૈયા પણ હળવા થયા છે. કાલે ભરપુર આનંદ લુંટવા લોકો જોમમાં આવી ગયા છે.કાલે આગાસી અને ધાબાઓ પર સૌ કોઇ પરિવાર સાથે પતંગ ચગાવવાનો આનંદ લુંટશે.

લાલ ગુલાબી પીળી એમ રંગબેરંગી પતંગોથી આકાશ છવાય જશે. કાયપો છે, ખેંચ ખેંચ જેવી ચીચીયારી આખો દિવસ ગુંજતી રહેશે. તો ટેપરેકોર્ડરો પર ‘ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય’.. સહીતના ગીતો પણ ગુંજતા રહેશે. સાથે ચીકી-ઉંધીયુ-શેરડી-જીંજરાની જયાફત બોલાવતા બોલાવતા કાલે આખો દિવસ પતંગ ઉડાવવામાં વિતશે ઉતરાયણને પૂણ્યનો અવસર પણ ગણવામાં આવે છે. એટલે ગૌશાળા કે અન્ય સેવા સંસ્થાઓ દ્વારા દાન સ્વીકારવા અલાયદી વ્યવસથાઓ પણ થઇ ચુકી છે. દાન કરીને લોકો પૂણ્ય કમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here