સિહોરના સુરકા ગામના શખ્સનું વૈભવી કારો ચોરવાનો ભાંગફોડ, મોટા સુરકા ગામનો વતની તરૂણ નાથાણી અને ટોળકીએ બહારના રાજ્યો માંથી કાર ચોરી કરીને સસ્તામાં વેચવાનો વેપલો કરતા હતા

રાજસ્થાનનો શકીલ ચોર પાસેથી કારો ખરીદતો હતો અમદાવાદનો ગુરુ ચોરી વાહનોના નકલી ડોક્યુમેન્ટ બનાવી તે સુરકાના તરૂણ સુધી પોહચડતો હતો અને તરૂણ શોરૂમ કિંમત કરતા અડધા ગ્રાહકોને વેચતો હતો


શંખનાદ કાર્યાલય
સિહોરના મોટા સુરકા ગામનો વતની તરૂણ નાથાણી નામનો શખ્સ અને ટોળકી અન્યો રાજ્યો માંથી વૈભવી કારો ચોરીને વેચવાનો મામલો સામે આવ્યો છે ત્યારે તરૂણ નાથાણી જે સુરકાનો રહેવાસી છે માટે સિહોરવાસીઓ તમોને આ લકઝરીયસ કારો તો સસ્તામાં મળી નથી ને વડોદરા પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે જેમાં સિહોરના મોટા સુરકા ગામનો તરૂણ નાથાણી મુખ્ય સૂત્રધાર છે જે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે દેશની રાજધાની દિલ્હી ઉપરાંત રાજસ્થાન, હરીયાણા તથા પંજાબથી લકઝુરિયસ કારની ચોરી કરીને નકલી દસ્તાવેજોથી ગુજરાતમાં ઓછી કિંમતમાં વેચવાનું આંતર રાજય કૌભાંડ વડોદરા પોલીસે ઝડપી પાડયુ છે.

જે પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાઓમાં લગભગ ૧૦૦ જેટલી કાર ગુજરાતમાં વેચવામાં આવી છે. આ ગેંગનો માસ્ટી માઈન્ડ તરૂણ નાથાણી હાલમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચ પાસે પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. વડોદરા સહિત રાજયમાં રચવામાં આવેલી રૂા.૧.૮૮ કરોડની શો રૂમ બ્રાઈઝ ધરાવતી કુલ ૮ કાર કબજે કરવામાં આવી છે. આ કાર ખરીદનારા લોકોએ જે દસ્તાવેજોના આધારે વાહનો ખરીદ્યા છે તે દસ્તાવેજોની આરટીઓમાં ખરાઈ કરવામાં આવશે. હાલના તબકકે એકવિકટીમની ક્રાઈમ બ્રાંચમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જે સિલસિલામાં દિલ્હી પોલીસ પાસેથી સુત્રધાર તરૂણ નાથાણીની કસ્ટડી મેળવીને વડોદરા ખાતે તપાસ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી, રાજસ્થાન, પંજાબ સહીતના રાજયોમાંથી લકઝુરીયસ કારની ચોરી કરીને નકલી દસ્તાવેજોના આધારે ગુજરાતમાં વેચવાનું ષડયંત્ર ચાલે છે. તેવી માહિતી મળી હતી. કૌભાંડનો મુખ્ય આરોપી તરૂણ નાથાણી મુળ સિહોરના સુરકા ગામનો વતની છે પરંતુ વડોદરામાં ગ્રાહકો શોધવા ભાડાના મકાનમાં રહેતો હતો. આ ગેંગમાં રાજસ્થાનનો શકીલ અને અમદાવાદનો ગુરુ અનસારી પણ સામેલ છે. જેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે શકીલ ચોર પાસેથી વાહનો ખરીદતો હતો અમદાવાદનો ગુરુ ચોરીના વાહનોના નકલી ડોકયુમેન્ટસ બનાવતો હતો.

આ ડોકયુમેન્ટસ તરૂણને પહોંચાડવામાં આવતા હતા. અને તરૂણ નાથાણી ગ્રાહકોને શોરૂમ પ્રાઈઝ કપરતા અડધી કીંમતમાં વેચતો હતો. વારસીયા રવિ પાર્કમાં રહેતા વેપારી કુકરેજાએ નોંધાવેલી ફરીયાદની તપાસ કરવા માટે તરૂણની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને વડોદરા ખાતે તપાસ અર્થે લવાશે તેવું જાણવા હાલ મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here