ગઈકાલે રવિવારે વળાવડમાં નેતાઓનો મેળાવડો જામ્યો, રબારી સમાજનો ભવ્ય સમુહલગ્ન સમારોહ યોજાયો, અનેક જગ્યાઓના સંતો મહંતો તેમજ રાજ્ય કક્ષાના આગેવાનો મંત્રીઓ હોદ્દેદારોની હાજરી

દેવરાજ બુધેલીયા
સિહોરના વળાવડ ખાતે ગઈકાલે રવિવારે ભાવનગર જિલ્લા સમસ્ત રબારી સમાજ આયોજિત સમુહલગ્નોત્સવનો ભવ્ય સમારોહ યોજાઈ હતો હતો ગઈકાલે રવિવારેના દિવસે રેલવે ફાટક પાસેના વડવાળાનગરમાં આઠમો સમુહલગ્નત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યકક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે સમાજના ૪૨ યુગલો પ્રભુતામાં પગલાં માંડી નવા જીવન શરૂઆત કરીને લગ્નગ્રંથિથી જોડાયા હતા આ પ્રસંગે વળાવડના વડવાળાનગરમાં ભવ્ય મંડપો નખાયા હતા.

વિશાળ સ્ટેજ ઉભો કરાયો હતો આ અવસરે સમસ્ત રબારી સમાજના ધર્મગુરુ ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભમાં દુધરેજના વડવાળા દેવ મંદિરના કોઠારી સ્વામી, બાવળીયારિની આપા નગા લાખા જગ્યાના મહંત, સિહોર મોંઘીબા જગ્યાના મહંત, ગૌતમેશ્વર જગ્યાના મહંત, જૂનાગઢ સૂર્યમંદિરના મહંત, કારવાની ગોગા મહારાજની જગ્યાના મહંત, ભુવા સણોસરાના દાનેવ આશ્રમના મહંત, આંબલાના વાંકીયા આશ્રમના મહંત, કદમગીરીની આપા સાલા સુરા જગ્યાના સંત તેમજ સંતો મહંતો આગેવાનો નેતાઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.

જ્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના પીઠ આગેવાન અર્જુન મોઢવાડીયા, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ પૂર્વ નેતા સાંસદ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો તેમજ રાજ્યભરના વિવિધ શેત્રના આગેવાનો તેમજ પદાઅધિકારીઓ નવદંપતીઓ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સફળ બનાવવા સમાજના આગેવાનો મોભીઓ યુવાનો વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ગઈકાલ રજાના રવિવારે વળાવડ ખાતે નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here