વલભીપુર ખાતે શિવાજી મહારાજ જન્મ જયંતિ અને CAA ના સમર્થનમાં રેલી અને પદયાત્રા

બ્રિજેશ ગૌસ્વામી
હિન્દૂ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિત્તે તાજેતરમાં નાગરિકતા સંશોધન બિલ CAA નો કાયદો લાવવામાં આવ્યો છે તેના સમર્થન માં સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા આજે વલ્લભીપુર માં પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું બુધેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં થી નીકળેલી આ પદયાત્રા વલ્લભીપુર શહેર ના મુખ્ય માર્ગો પર ફરી એસ ટી સ્ટેન્ડ માં પરત ફરી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાના કામ ધંધા રોજગારી સ્વયંભૂ સજ્જડ બંધ રાખી આ પદયાત્રા માં જોડાયા હતા જોડાયા હતા.

આ રેલી માં શિવાજી મહારાજ ની વેશભૂષા માં ઉપસ્થિત યુવાને આકર્ષણ જમાવ્યું હતું એ સિવાય ભારત માતા, ગાંધીજી, તાનાજી, લક્ષ્મી બાઈ, સુભાષચંદ્ર ચંદ્ર બોજ, ભગતસિંહ સહિત વિવિધ વેષભૂષા માં બાળકો એ આકર્ષણ જમાવ્યું હતું સાથે સાધુ સંતો આર્મી ના જવાનો સ્કુલ કોલેજ ના વિદ્યાર્થીઓ એ હાજર રહી પદયાત્રા ને જબ્બર સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here