ગઢડા ઉમરાળા પેટા ચૂંટણી માટે ભાજપે બેઠકનો દોર શરૂ કર્યો, મત વિસ્તારમાં પ્રદેશ નેતાઓના ધામાં

ઉમરાળા વલ્લભીપુર વિસ્તારોમાં પણ પ્રદેશ ભાજપના નેતાઓએ રણનીતિ તૈયાર કરી કાર્યકરો સાથે બેઠક લીધી લગભગ આત્મારામ પરમાર ફાયનલ, કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળીયા ગોરધન ઝડફિયા, વિભાવરીબેન દવે સહિત ભાજપનું પ્રદેશ ગઢડા સીટમાં

શંખનાદ કાર્યાલય
ગુજરાતમાં કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે. જેમાં ગઢડા ઉમરાળા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂ પણ છે. ત્યારે, હવે ખાલી પડેલી બેઠકો માટે ગમે ત્યારે ચુંટણીની તારીખ જાહેર થાય તેમ છે. દિવાળી આસપાસ ચુંટણીની શકયતાઓ વચ્ચે ચુંટણી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે તો બીજીતરફ ગઢડા ઉમરાળા બેઠક માટે જેમને જવાબદારી સોપવામાં આવી છે તેવા ભાજપના પ્રદેશ નેતાઓએ ગઢડા ઉમરાળા વિસ્તારમાં પોહચ્યા છે બેઠક માટે લગભગ આત્મારામ પરમાર ફાયનલ છે.

ગઢડા વિધાનસભા બેઠક ના ભાજપના ઈન્ચાર્જ કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયાએ ગઢડા ઉમરાળા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી આગામી દિવસોમાં આવનારી ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી ની રણનીતિ તૈયાર કરી રાજયમાં રાજ્યસભાની ચુંટણી યોજાઈ તે સમયે કોંગ્રેસના ૮ ધારાસભ્યો એ ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા જેને લઈને રાજયમાં ૮ વિધાનસભા બેઠક ખાલી પડેલી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર ચુંટણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા વિધાનસભા બેઠકો જીતવા માટેની રણનીતિ નક્કી કરી છે ત્યારે ભાજપ દ્વારા તમામ બેઠકોના ઈન્ચાર્જ ની નિમણૂકો કરવામા આવી છે અને ચુંટણી ની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા બેઠક ભાજપના ના ઈન્ચાર્જો કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા અને વિભાવરીબેન દવે ગઢડા ખાતે આવેલા અક્ષર પુરુષોત્તમ મંદિરના હોલ ખાતે કાર્યકર્તાઓની બેઠક લીધી હતી અને ઉમરાળા વલ્લભીપુર ખાતે પણ કાર્યકતાઓની બેઠક લઈ ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે હથિયારો સજજ કરવા એ અમારી નીતીરીતી રહી છે. ગઢડા વિધાનસભા ની પેટાચૂંટણી ની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ ગઢડા વિધાનસભા બેઠક ના ઈન્ચાર્જ ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here