તારાજી : વલ્લભીપુર નજીક ઘેલો નદી બેકાંઠે વહેતા ભાણગઢનો રસ્તો બંધ, લોકો જીવના જોખમે કેડસમાં પાણીમાં બાળકો સાથે રસ્તો પસાર કરે છે

દેવરાજ બુધેલીયા
ભારે વરસાદથી વલ્લભીપુર નજીક આવેલી ઘેલો નદી ફરી બે કાંઠે વહેવા લાગતા નદીમાં પાણીની પુષ્કળ આવક થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.વલ્લભીપુરથી દેવળીયા, પાળીયાદ, ભાણગઢનો રસ્તો ફરી બંધ થયો છે. રસ્તો બંધ થતા પુલ પરથી અવરજવર કરતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વલ્લભીપુર અને આજુબાજુ જવાના માર્ગ પર પાણી ભરાય જતા બંધ થયો છે. બાળકો, મહિલાઓ સહિત ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યાં છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો આ માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ છે. સતત વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

સિહોર સાથે ઉમરાળા અને વલ્લભીપુરમાં દોઢ ઈંચ, ઘોઘામાં પોણો ઇંચ અને જિલ્લામાં મેઘરાજા ધીમીધારે કાચુ સોનુ વરસાવી રહ્યા છે. વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થઈ રહ્યો છે. જેથી ખેડૂતો રાજીપો અનુભવી રહ્યાં છે.ભારે વરસાદથી ભાવનગરના વલ્લભીપુર નજીક આવેલી ઘેલો નદી ફરી બે કાંઠે વહેવા લાગતા નદીમાં પાણીની પુષ્કળ આવક થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વલ્લભીપુરથી દેવળીયા, પાળીયાદ, ભાણગઢનો રસ્તો ફરી એકવાર બંધ થઇ ચુક્યો છે.

જેથી ગામમાં પુલ દ્વારા અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલ્લભીપુર અને ભાવનગર જવાના માર્ગ પર પાણી ભરાતા માર્ગ બંધ થયો છે. બાળકો, મહિલાઓ સહિત ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી થતો આ માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here