હાલ કેરી નદીના પાણી અનેક ગામોમાં ઘુસ્યા, આનંદપર, વીરડી, મેઘવદર, મેવાસાના માર્ગો બંધ, મોણપુર ની સાથે સાથે નવાગામ અને શાહપુર માં પણ પાણી ઘુસ્યા, જો કે તંત્ર હાલ એલર્ટ મોડ પર છે, પુરની સ્થિતિ ને પહોંચી વળવા તૈયાર છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ શંખનાદ

સલીમ બરફવાળા
વલ્લભીપુર પંથકમાં કેરી નો કહેર મચ્યો છે કેરી નદીના પાણી અનેક ગામો માં ફરી વળ્યાં છે લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વલ્લભીપુરમાં કેરી નદીએ ભારે કહેર મચાવ્યો છે.જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો મોણપુર ગામમાં લોકોના ઘરોમાં પુરના પાણી ઘુસી જતા લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

નદીઓમાં આવેલા ભારે પુર હવે વિનાશ નોતરી શકે તેવી તેવી સ્થિતિ હાલ સૌરાષ્ટ્રમાં સર્જાય છે. વલ્લભીપુર પંથકની કેરી નદીમાં હાલ ઘોડાપુર આવતા આ પાણી એ અનેક મુસીબતો સર્જી છે. જેમાં મોણપુર ગામ માંથી પસાર થતી કેરી નદીએ આ ગામમાં કહેર વર્તાવ્યો છે.કેરી નદીના પાણી હાલ ગામમાં અને લોકોના ઘરોમાં ઘુસી જતા ગામ બેટમાં ફેરવાય ગયું છે

જ્યારે આ ગામના લોકોનો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામના લોકો દ્વારા લાંબા સમયથી કેરી નદીને ઊંડી તેમજ પહોળી કરવા ની લેખિત માંગ તંત્ર પાસે કરી રહ્યા છે.

પરંતુ આ માંગ પુરી ન થતી હોય દર ચોમાસામાં સારા વરસાદ ને લઈ આ પરિસ્થિતિ સર્જાય છે.ત્યારે ગામના લોકો હવે આક્રોશભેર પોતાની આ વાત રજૂ કરી વહેલી તકે આ માંગ પુરી થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here