બન્ને પૈકી એક બોટાદ અને એક ખેડાનો રહેવાસી, પોલીસ દ્વારા બન્નેના કોરોના રિપોર્ટની તજવીજ

શંખનાદ કાર્યાલય
ભાવનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં મિલ્કત સબંધી ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓને ડીટેક્ટ કરવા સુચના કરવામાં આવેલ હોય જે બાબતે વલ્લભીપુર પો.સ્ટે.માં ગુ.ર.નં- ૧૧૧૯૮૦૬૫૨૦૦૪૫૫ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭ મુજબનો અનડીટેક્ટ ગુન્હો. રજી. થયેલ હોય જે ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ વલ્લભીપુર પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી એસ.વાય.ઝાલા સાહેબ તથા પો.હેડકોન્સ. પી.એમ.રાયજાદા તથા પો.હેડકોન્સ. અમિતકુમાર મકવાણા તથા પો.હેડકોન્સ. ડી.એસ.ગોહીલ તથા પો.કોન્સ. જયપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. વિજયસિંહ ગોહીલ એ રીતેનાઓએ બનાવના દિવસે એક મો.સા મળી આવેલ.

જે મો.સા છોડાવવા આરોપીઓ આવતા જેની ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે આરોપીઓના ગુન્હાહીત ભુતકાળ અંગેની તપાસ કરી આ કામેના આરોપીઓ (૧) દીપકભાઇ ગણપતભાઇ જાદવ કોળી રહે. લિંબોડા તા.જી.બોટાદ (૨) ગોપાલભાઇ વનાભાઇ ઝાલા ઠાકોર રહે. બિડજ તા.જી. ખેડા વાળાની યુક્તી પ્રયુક્તીથી પુંછપરછ કરતા બંન્ને આરોપીઓએ ગુન્હો આચરેલાની કબુલાત આપતા ઉપરોક્ત બંન્ને આરોપીઓ ના કોરોના વાયરસનો રીપોર્ટ કરાવી ચોરીમા ગયેલ મુદ્દામાલ કબ્જે કર્યો છે ત્યારે પોલીસે અનડીટેક્ટ ગુન્હાના બન્ને આરોપીઓને પકડી લીધા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here