વલ્લભીપુર તાલુકા શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પ, ૧૧૨ બોટલ રક્ત એકત્રિત થયું


બ્રિજેશ ગૌસ્વામી
ગઇકાલે સિહોર શિક્ષક સંઘ સાથે જિલ્લાના ઘણા તાલુકા વિસ્તારોમાં શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.વલ્લભીપુર તાલુકા શિક્ષક પરિવારો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ૧૧૨ બોટલ રક્ત એકત્રિત કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં રક્તની અછત સર્જાવાના કારણે લોકોને તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જે મુશ્કેલીઓ પડી રહી તે તેમાં શિક્ષણ પરિવાર તથા ગ્રામજનોના સહયોગથી રક્તદાન રૂપી મદદ કરવાનાં હેતુથી આવા જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે જિલ્લાના અનેક તાલુકા મથકોએ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેના ભાગરૂપે વલ્લભીપુર તાલુકા ખાતે પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણના વડા, તાલુકા વિકાસ અધિકારી, અમીબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી આ સેવાકાર્ય માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વલ્લભીપુર તાલુકા શિક્ષણ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here