વલ્લભીપુરના તોતણીયાળા ગામે બનેલ બનાવથી પરિવારમાં અરેરાટી, ૮ વર્ષના પુત્ર સાથે દક્ષાબેન કપડાં ધોવા ગયા અને સર્જાઈ દુર્ઘટના

બ્રિજેશ ગૌસ્વામી
વલ્લભીપુરના તોતણીયાળા ગામે કેરી નદીમાં કપડા ધોવા ગયેલા માતા-પુત્રનુ ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ઘટના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. N.D.R.F ની ટીમ પણ શોધખોળ માટે પોહચી હતી વલ્લભીપુર પંથકમાં નદીમાં કપડા ધોવા ગયેલ મહિલા અને તેનાં આઠ વર્ષનાં પુત્રનું નદીમાં ડુબી જતા કરૂણ મોત નિપજયુ હતુ.

આ બનાવની મળતી વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામે રહેતા કોળી દક્ષાબેન ભાવેશભાઇ બાવળયા તેના આઠ વર્ષનાં પુત્ર વિરને લઇ ગામના પાદરે પસાર થતી નદીનાં કાંઠે કપડા ધોવા ગઇ હતી ત્યારે અચાનક પુત્ર વીરનો પગ લપસી જતા તે નદીનાં પાણીમાં પડતા તેને બચાવવા માતાએ પણ નદીમાં ઝંપલાવ્યુ હતુ. માતા-પુત્ર બંને નદીનાં પાણીમાં ડુબી જતા બંનેના કરૂણ મોત નિપજયા હતા. બનાવે ભારે ગમગીની ફેલાવી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here