જુવાર,રચકા ની ખેતી પર કર્યું આક્રમણ, સામાન્ય નુકશાન કરી ઝુંડ થયું હાલ અદ્રશ્ય, ખેતીવાડી અધિકારીઓ ત્યાં દોડી ગયા, તીડ નું સેમ્પલ લઇ તપાસ હાથ ધરી, યોગ્ય જંતુનાશક દવાના છંટકાવ ની કરી ભલામણ,

સલીમ બરફવાળા
વલ્લભીપુર તાલુકાના મોટીધરાઈ ગામે ગત રાત્રીના સમયે તીડનું એક ઝુંડ અન્ય જિલ્લાઓમાંથી ત્રાટક્યું હતું.ધીરુભાઈ નામના ખેડૂતના ખેતરમાં જુવાર, રચકો, જેવા પાક પર તીડ ના આક્રમણથી ખેડૂતે તીડ ને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આ બાબતે ખેતીવાડી વિભાગને જાણ કરતા તેના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. જ્યાં એક તીડ ને પકડી તેના સેમ્પલ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ખેડૂતોને વિવિધ જંતુનાશક દવાના છંટકાવ ની સલાહ પણ આપવામાં આવી રહી છે. વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ નજીકના મોટીધરાઈ ગામની વાડીઓમાં ગત રાત્રીના સમયે તીડ નું એક ઝુંડ બોટાદ જીલ્લામાંથી પહોચ્યું હતું.

આ તીડના ઝુંડે આ વિસ્તારના એક લીલાછમ ખેતર પર આક્રમણ કર્યું હતું. ખેતરોમાં એકાએક તીડ ના આક્રમણ થી ખેડૂતે આ ઝુંડ ને ભગાડવા નો પ્રયાસ કર્યો હતો. તેમજ આ અંગે ખેતીવાડી વિભાગ-ભાવનગર ને પણ જાણ કરવામાં આવી હતી. વહેલી સવારે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતર પહોચ્યા હતા અને ઝુંડ ને રૂમાલ, હાકલા પડકારા અને વિવિધ અવાજો વડે દુર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જયારે તીડ ના ઝુંડે ખેતરમાં સામાન્ય કહી શકાય તેવું નુકશાન પણ કર્યું હતું. જયારે ખેતીવાડી મદદનીશ અધિકારી પણ ત્યાં દોડી ગયા હતા.

આકરા તાપમાં તીડનું ઝુંડ અદ્રશ્ય બની છુપાઈ ગયું હતું જયારે ખેતીવાડી અધિકારી દ્વારા એક તીડ ને વધુ અભ્યાસ માટે પકડી લઇ તેની ચકાસણી હાથ ધરી હતી. આ પંથકમાં ઉનાળુ પાક નું વાવેતર બહુ ખાસ ના હોય જેથી વધુ નુકશાન ની કોઈ શક્યતા નથી. પરંતુ આ તીડનું ઝુંડ અહીથી સિહોર પંથકમાં જાય તેવી પણ શકયતા નકારી શકાતી નથી. જયારે ખેતીવાડી અધિકારીઓ દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં તીડ પર નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ,લેમડાસાય્હેલોથ્રીન, મેલાથીયોન, ફીપ્રોનીલ ડેલ્ટામેથ્રીન જેવી દવાને પાણીમાં યોગ્ય માત્રામાં ભેળવી ઉપદ્રવીત વિસ્તારમાં જરૂરીયાત મુજબ સાવધાની સાથે છંટકાવ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here