સમૂહલગ્ન સમારોહ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન

નિલેશ આહીર
ભાવનગર જિલ્લા આહીર સમાજ આયોજિત વલભીપુર ખાતે શનિવારના રોજ કન્યાદાન સાથે રક્તદાનના શુભ સંકલ્પ સાથે અગિયારમો સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉપસ્થિત સંતો મહંતો પ.પૂ. મહંતશ્રી જીણારામજી બાપુ, પ.પૂ મહંતશ્રી વશિષ્ઠનાથજી, પ.પૂ મહંતશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી, પ.પૂ રવુબાપુ તથા જિલ્લા આહીર સમાજના વડીલ આગેવાન રામભાઈ સાંગા, પેથાભાઈ આહીર, ભરતભાઈ ડાંગર, મિલન કુવાડિયા, ગેમાભાઈ ખમળ તેમજ આહીર સમાજના દાતાઓ તથા વડીલો આગેવાનો તેમજ યુવાનો તથા માતાઓ બહેનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતથી માં યોજાઈ ગયો હતો.

સમુહલગ્નમાં ૩૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા તેમજ આ વખતના સમુહલગ્નમાં આહીર સમાજ દ્વારા કન્યાદાન સાથે રક્તદાનના શુભ સંકલ્પ સાથે થેલેસેમિયા ગ્રસ્ત પીડીત બાળકો માટૅ રક્તદાન કેમ્પ કરી ૧૭૦ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યુ હતું જેમાં નોંધનીય બાબત એ હતી કે આહીર સમાજની બહેનો એ પણ રક્તદાન કરી સમાજને પ્રેરણા પુરી પાડી હતી સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા વલભીપુર આહીર સમાજના વડીલો અને યુવાનો તેમજ આહીર સમાજના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી તેમજ આ સમુહલગ્નમાં તન, મન,ધનથી સહકાર આપનાર તમામ જ્ઞાતિજનોનો સમુહલગ્ન સમિતિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here